હનુમાનજીના જન્મની આ કથા ભાગ્યે જ કોઈને ખબર હશે, આ કારણે કહેવાયા પવનપુત્ર હનુમાન 

હિંદુ ધર્મ અનુસાર હનુમાનજીનો જન્મ ચિત્ર પૂર્ણિમાના દિવસે મંગલવારે ચિત્રા નક્ષત્રમાં મેશ લગ્ન યોગમાં થયો હતો તેમજ હનુમાનજીના પિતા સુમેરુ પર્વત ના વાનર રાજા કેસરી હતા અને માં અંજની હતી.

તેમજ ભગવાન હનુમાનજી એ પવન પુત્ર ના નામ થી પણ ઓળખાય છે. તેમના પિતા વાયુ દેવ પણ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પુન્જીકસ્થળી દેવરાજ ઇન્દ્ર ની સભામાં એક અપ્સરા હતી.

તેમજ એકવાર જયારે દુર્વાસા ઋષિ ઇન્દ્ર ની સભામાં ઉપસ્થિત હતા ત્યારે અપ્સરા પુન્જીકસ્થળી વારંવાર અંદર બહાર આવી રહી હતી. તેથી આ વાત થી ક્રોધિત થઇ ઋષિ દુર્વાસા એ તેને વાનરી થઇ જવાનો શ્રાપ આપ્યો હતો.

પુન્જીકસ્થળી એ ક્ષમા યાચના કરી, તો ઋષિ એ પોતાની ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરવાનું વરદાન પણ આપ્યું. તેમજ કેટલાક વર્ષો પછી પુન્જીકસ્થળી એ વાનર શ્રેષ્ઠ વિરજની પત્ની ના ગર્ભથી વાનરી રૂપમાં જન્મ લીધો.

અને તેનું નામ અંજની રાખવામાં આવ્યું. અને જયારે તે ઉંમર લાયક થઇ ત્યારે તેમના પિતાજીએ તેમની સુંદર કન્યા ના લગ્ન એક મહાન પરાક્રમી કપી શિરોમણી વાનરરાજ કેસરી સાથે કરાવ્યા હતા.

અને ત્યારે એ રૂપમાં જ પુન્જીકસ્થળી માતા અંજની કહેવાયા. તેમજ વાનરરાજ કેસરી પ્રભાસ તીર્થ ત્યાં ઘૂમતા પહોચી ગયા. અને જોયું કે ઘણા બધા ઋષીઓ ત્યાં આવેલા છે અને તેઓ કુદ સાધુ કિનારા પર આસન લગાવી પૂજા અર્ચના કરી રહ્યા હતા.

એ સમયે ત્યાં એક હાથી આવી ગયો. અને તેણે ઋષિઓને મારવાનું ચાલુ કરી દીધું. તેમજ આ જોઇને કેસરીએ હાથીને બળપૂર્વક તેના મોટા મોટા દાંત ઉખાડી નાખ્યા અને પછી તેને મારી નાખ્યો.

તેમજ હાથી ના મરી જવા પર ઋષીઓ ખુબજ પ્રસન્ન થયા અને ઋષિઓએ વાનરરાજ ને વરદાન માંગવા કહ્યું. તેથી કેસરી એ વરદાન માંગ્યું, પ્રભુ ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનાર,

પવન ની સમાન પરાક્રમી અને રુદ્ર સમાન પુત્ર તમે મને પ્રદાન કરો. ઋષિઓએ તથાસ્તુ કહ્યું અને એ ત્યાંથી ચાલ્યા ગયા. તેમજ ત્યાર પછી કેસરી ના ઘરે ભગવાન રુદ્ર એ સ્વયમ અવતાર લીધો. અને તેઓ પવનપુત્ર હનુમાન કહેવાયા.

Leave a reply:

Your email address will not be published.

Site Footer