કોંગ્રેસના આ દિગ્ગજ યુવા નેતાના ઘરે છવાયો માતમ, પરિવારના આ સભ્યનું થયું નિધન…

ભરતભાઈ હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા :- કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. એક અઠવાડિયા પહેલા જ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હાલમાં તે ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેટ થયા છે. હાલમાં ઘરમાં જ તેની સારવાર ચાલી રહી છે.

હાર્દિક પટેલે ટ્વીટ કરીને આપી જાણકારી :- કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. ડોક્ટરની સલાહ અનુસાર ઘરમાં જ મારી સારવાર થઈ રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી હું જલ્દી જ સાજો થઈ જઈશ.

શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ? :- કોરોના મહામારીમાં ગુજરાતને રાજ્યના સ્થાપના દિવસથી જ રાહત શરૂ થઈ હતી, રાજ્યમાં કેસમાં સતત નજીવો ઘટાડો થઈ રહ્યો છે અને રાજ્યમાં 8 દિવસમાં રિકવરીમાં 4%નો સુધારો થયો છે.

સતત ચોથા દિવસે શનિવારે નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 2842 વધુ રહી છે અને રેકોર્ડબ્રેક 14,737 લોકોએ કોરોનાને હરાવ્યો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 11,892 નવા કેસ નોંધાયા છે. 24 ક્લાકમાં 119 લોકોના કોરોનીથી મોત પણ થયાં છે. છેલ્લા નવેક દિવસથી રાજ્યમાં રોજેરોજ 10 હજારથી વધારે દર્દીઓ કોરોનાએ માત આપી રહ્યા છે.

5 લાખથી વધારે દર્દીઓ કોરોનાને માત આપી :- રાજ્યમાં અત્યાર સુધી 5 લાખથી વધારે દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે. રાજ્યમાં રિક્વરી રેટમા સતત સુધારો થઈ રહ્યો છે. 1મેના રોજ રિકવરી દર 73.78% હતી જે સુધરીને 8મેના રોજ 77.36% થઈ ગયો છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 6,69,928ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

જ્યારે મૃત્યુઆંક 8,273 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 5,18,234 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,43,421 એક્ટિવ કેસ છે, જેમાંથી 782 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,42,639 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં વેક્સિન લેવા માટે કેટલાક સેન્ટરોમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer