ગુજરાતમાંથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સમગ્ર મંત્રીમંડળના એકાએક રાજીનામાથી ભાજપમાં રાજકીય ગરમાવો શરૂ થયો હતો. જેમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવતાં પક્ષના સિનિયર ધારાસભ્યો અને મંત્રીઓમાં ભારે રોષ ઉભો થયો હતો.
તેમા પણ મંત્રીમંડળની રચનામાં વર્તમાન અને ભૂતકાળના તમામ મંત્રીઓને પડતા મૂકીને નવાસવા ધારાસભ્યોને મંત્રીપદ આપવા અંગેની યોજના શરૂ થતાં તેઓ માં ઓહાપો મચી ગયો હતો. જેનો પડઘો દિલ્હી હાઈકમાન્ડ સુધી પડતા મંત્રીઓની શપથવિધિ અચાનક અટકાવવી પડી હતી. શપથવિધિ અટકવા પાછળનું કારણ મંત્રીમંડળનું લીસ્ટ હોય શકે છે.
આ પગલે ભાજપ પણ હેવ વિપક્ષના નિશાને આવી ગયું છે. આ ઉપર હાર્દિકે કહ્યું હતું કે , જ્યારે રાજકારણમાં કોઈ વ્યક્તિ ઉચ્ચ હોદ્દા પર આવે છે, તો તે કોઈ સમાજ કે વર્ગનો નથી હોતો. તેની જવાબદારી તમામ વર્ગોના લોકો પ્રત્યે પણ એટલી જ હોય છે, માત્ર પટેલ પોલિટિક્સ કરીને ભાજપ ક્યારેય સફળ નહીં થાય. ગુજરાતમાં 6 કરોડથી વધુ લોકો વસવાટ કરે છે, મુખ્યમંત્રી જ્યારે તમામ વર્ગના લોકોનું ભલું ન કરી શકે તો તે કઈ રીતે એક સમાજનું શું ભલું કરશે?
ભૂપેન્દ્ર પટેલ તો ખાલી નામના જ મુખ્યમંત્રી છે, તેઓને કામ તો દિલ્હીના આદેશ પર જ કરવાનું છે. તેઓએ તેમના ઈશારે જ કામ કરશે. જો તેમને કામ કરવું જ છે તો તેઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ પણ બદલીને સરદાર પટેલ સ્ટેડિયમ કરી જ દેવું જોઈએ.
ભાજપ તો જાતિ અને ધર્મના નામે જ રાજનીતિ કરે છે. કોંગ્રેસ હંમેશાથી મુદ્દાઓના આધારે જ રાજનીતિ કરવામાં માને છે. યુવાનો અને ખેડૂતોનો મુદ્દો અમે સતત ઉઠાવવામાં અગ્રેસર છીએ. જે વાયદાઓ ગુજરાતની જનતાને ભાજપે કર્યા હતાં એમના એક પણ પુરાં નથી થયા. તેને લઈને અમે સતત જન આંદોલન કરી રહ્યાં છીએ. જેના પરિણામ આવનારી ચૂંટણીમાં પ્રજા અમારા તરફ જોવા મળશે અને અમારી સરકાર પણ બનશે.
કોંગ્રેસ સતત જનતાની વચ્ચે જાય છેઅને તેમના પ્રશ્નો પણ સાંભળે છે. મને 2 વર્ષની સજા થઈ છે અને 32 જેટલા કેસ છે. હું દરરોજ કોર્ટમાં ધક્કા ખાઉં છું. પહેલાં મને ગુજરાતથી બહાર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. અમે સંઘર્ષ કરી રહ્યાં છીએ તેને જ પરિણામે આ બધું ભોગવી રહ્યાં છીએ. માત્ર કોંગ્રેસ પાર્ટી જ છે જે જનતાના મુદ્દાઓને સારી રીતે ઉઠાવે છે.