કોલેસ્ટ્રોલ નહિ પરંતુ આ કારણે આવી શકે છે હાર્ટ અટેક, રાખો આ વાતોનું ધ્યાન, બચી જશે જીવ..

આપણે હદય રોગ નું મૂળ કારણ કોલેસ્ટ્રોલ માનીએ છીયે. પરંતુ તે ખોટું છે. હદય રોગ થવા માટે બીજા અનેક કારણો જવાબદાર હોય છે. કોલેસ્ટ્રોલ હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે કોલેસ્ટ્રોલ બે પ્રકાર ના હોય છે. ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ.

સોયાબીનનું તેલ, સૂર્યમુખીનું તેલ વગેરે માં ગુડ કોલેસ્ટ્રોલ ઓછું હોય છે અને બેડ કોલેસ્ટ્રોલ વધુ હોય છે. ગુડ કોલેસ્ટ્રોલ એટલે “Highdensity lipoproteins” અને બેડ કોલેસ્ટ્રોલ એટલે “Lowdensity lipoproteins”

અમેરિકાના એક જાણીતા ડૉક્ટોર કે જેનું નામ ડ્વાઇટ લુન્ડેલ છે તેને હૃદયરોગ વિશે જાણકારી આપી છે. આપણને છાતીમાં દુ:ખાવો થાય ત્યારે આપણે તરત જ ફેમિલી ડોક્ટર પાસે જઇએ છીએ. ડોક્ટર આપણને કાર્ડિયોગ્રામ કઢાવવાનનું કહે છે. અને પછી જો કોઈ પ્રોબ્લેમ હોય તો ડોક્ટર બાયપાસ સર્જરી કરાવવાનું કહે છે.

ડો. લુન્ડેલ વર્ષો સુધી એમ માનતા કે હૃદય રોગનું મુખ્ય કારણ બ્લડ કોલેસ્ટ્રોલમાં થયેલી વૃદ્ધિ છે. માટે અમે દર્દી ને હૃદયરોગની સારવાર માટે કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓ આપ્યા કરીએ છીએ અને કોલેસ્ટ્રોલ વધુ હોય તેવો ખોરાક ખાવાની ના પાડવામાં આવે છે. કોલેસ્ટ્રોલના વધવાથી હૃદય રોગ થતો નથી. પરંતુ ધમની પહોળી થવાથી અને તેમાં સોજો આવવાથી હૃદય રોગ થાય છે.

અમેરિકાના ૨૫ ટકા લોકો હૃદય રોગથી બચવા માટેની દવાઓ લે છે અને તેમણે પોતાના આહારમાં ચરબીનું પ્રમાણ ઓછું કરી નાખ્યું છે. અત્યારે ૭.૫ કરોડ અમેરિકનો હૃદય રોગની બીમારી થી પીડાય રહ્યા છે. જો લોહીનું વહન કરતી નળી માં સોજો ના આવે તો લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે માટે હુમલો આવતો નથી.

અને જો ધમનીમાં સોજો આવી જાઈ તો લોહી નું પરિભ્રમણ અટકી જાઈ છે અને હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે. એટેક આવવાનું કારણ કોલેસ્ટ્રોલ નથી પરંતુ ધમનીનો સોજો છે. અને આ સોજો શેના કારણે આવે છે તે જાણવું જોઇએ.

ઓછી ચરબી અને વધુ કાર્બોહાઇડ્રેટ્સ ધરાવતો આહાર ધમનીના સોજાનું કારણ બને છે. કોઇ પણ વ્યક્તિને હૃદય રોગ થાય ત્યારે ડોક્ટરો તેને ઘી-તેલ અને ચરબીયુક્ત પદાર્થો ખાવાની ના પાડે છે. તેને બદલે તેને ઓછું કોલેસ્ટ્રોલ અને વધુ ઓમેગા-૬ ધરાવતાં સોયાબીન, મકાઇ અને સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ડો. લુન્ડેલ ના કહેવા અનુસાર આ પ્રકારનો આહાર જ ધમનીના સોજા માટે જવાબદાર હોય છે.

એક ઉદાહરણ આપી તે કહે છે કે જો આપણે ચામડી ઉપર દરરોજ સૂકું બ્રશ ઘશીએ તો ચામડી માથી લોહી નીકળવા લાગે. અને ચાંદા પડી જાઈ છે. અને તેમ છતાં પણ તમે બ્રશ ઘસવાનું ચાલુ રાખો તો શું થાય? ત્યાં સોજો આવી જાય અને પીડા થાય છે. બ્રશથી જે રીતે બાહ્ય ચામડી ઉપર ઇજા થાય છે તેવીજ રીતે રૂક્ષ આહાર લેવાથી અંદરની ધમનીઓને ઇજા થાય છે. ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ ઘટી જાઈ છે. અને હૃદય ઉપર દબાણ આવે છે અને હાર્ટ એટેક આવે છે.

હુમલા ના રોગના ડર થી અમેરિકાના લોકો ઓછી ચરબી અને વધુ શર્કરા ધરાવતો આહાર લેવા લાગી છે. અને આ પ્રકારના ખોરાક લેવાથી શરીરમાં ચરબી વધે છે અને ધમનીઓ પહોળી થઈ જાઈ છે.અને હુમલો આવે છે. પહેલા ના જમાનામાં રસોઇમાં તલના તેલનો અને ગાયના ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગાયના ઘીમાં ગુડ કોલેસ્ટ્રોલ રહેલું હોય છે.જે હૃદય રોગ થી બચાવે છે.

પામ ઓઇલ, સોયાબીનનું તેલ, સૂર્યમુખીનું તેલ વગેરે માં ગુડ કોલેસ્ટ્રોલ ઓછું હોય છે અને બેડ કોલેસ્ટ્રોલ વધુ હોય છે. આવા તેલ ખાવાથી લોકો હેરાન થાઈ છે. આપણાં શરીર ને પણ ઓઇલ ની જરૂર હોય છે. માટે ગાયનું ઘી તલ નું તેલ વગેરે ખાવા જોઇએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer