શું તમે જાણો છો હિંદુ ધર્મ દરેક શુભ કાર્ય કરતા પહેલા શ્રીફળ શા માટે વધેરવામાં આવે છે?

આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ પૂજા વિધિ કે અન્ય કોઇ પણ શુભ કાર્યની શરૂઆત શ્રીફળ વધેરીને કરવામાં આવે છે. શ્રીફળ વધેરવાની પરંપરા બહુ જૂની અને પ્રચલિત છે. હિંદુ ધર્મમાં શ્રીફળને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રીફળને વધેરી પ્રસાદી તરીકે આપવામાં આવે છે. સનાતન ધર્મમાં શ્રીફળને “મંગલસૂત્ર” કહેવામાં આવ્યું છે. તંત્ર શાસ્ત્ર મુજબ તેને નકારાત્મક ઊર્જા દુર કરતુ અને ભાગ્ય સુચક માનવામાં આવ્યું છે. આ માટે જ એમને ‘શ્રીફળ’ કહેવામાં આવે છે. સૌને ખ્યાલ છે કે હોળી જેવા પવિત્ર તહેવારમાં પણ હોલિકા માતાને પણ શ્રીફળ હોમવામાં આવે છે અને તેની પ્રસાદી વહેચવામાં આવે છે.

શ્રીફળ નો આકાર પણ ખરેખર ઘણુંખરું કહી જાય છે. શ્રીફળ માં બે આંખ અને એક મોઢું હોય છે? શ્રીફળ વધેરવાનું કારણ એવું માનવામાં આવે છે કે એના થી અનિષ્ટ શક્તિઓના સંચાર પર અંકુશ આવે છે.  શ્રીફળનો સંસ્કૃતમાં અર્થ ‘શ્રી’ એટલેકે લક્ષ્મી થાય છે. હિન્દૂ ધર્મની પૌરાણિક પરંપરા મુજબ કોઇપણ કાર્ય લક્ષ્મી વગર હમેશા અધૂરું રહે છે. હિંદુ ધર્મમાં મંદિરોમાં દેવી-દેવતા પાસે નારિયેળ વધેરવામાં આવે છે. એની પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત્ નારિયેળનું બલિદાન આપવાનું સૂચન કર્યું છે.

નારિયેળના ઉપરના ભાગને કઠોર, અહંકારનું પ્રતિક માનવામાં આવે છે. જયારે તેની અંદરના ભાગને નરમ અને પવિત્ર માનવામાં આવે છે. કોઇપણ વ્યક્તિ પોતાનો નવો ધંધો શરુ કરતો હોય અને ધર્મમાં આસ્થા રાખતો હોય તો એ નારિયેળ વધેરવાનું ક્યારેય નથી ભૂલતો. શ્રી નો અર્થ લક્ષ્મી થતો હોવાથી તમારી તિજોરી હંમેશા ભરી રહેશે એવું માનવામાં આવે છે. આથી હમેશા સર્વે કાર્યો શ્રીફળ ફોડીને જ કરવામાં આવે છે.

હિંદુધર્મ માં કોઇપણ લગ્નપ્રસંગે કે કોઈ શુભ કામ કરી ને આવ્યા હોય કે કોઈપણ કાર્ય માં સફળ થઇ ને આવ્યા હોય તો વાજતે ગાજતે સામૈયું કરવામાં આવે છે. જેમાં દરેક સ્ત્રીઓ પોતાના માથા પર લોટી માં શ્રીફળ મૂકી  વધાવે છે. પુરાતનકાળમાં પણ જયારે ભગવાન શ્રીરામ પોતાનો વનવાસ પૂરો કરી અયોધ્યા આવ્યા હતા ત્યારે તેમનું પણ સામૈયું કરવામાં આવ્યું હતું.  અને હાલ ના સમય ની જ વાત કરીએ તો અષાઢી બીજ ના દિવસે નીકળતી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નું પણ સામૈયું કરવામાં આવે છે. તો આ રીતે શ્રીફળ અને સામૈયું બંને એકબીજા સાથે પુરાતનકાળ થી જોડાયેલા છે.

સંસ્કૃતમાં નારિયેળના વૃક્ષને ‘કલ્પવૃક્ષ’ કહેવાય છે. ઘર્મ અને આસ્થામાં આની અહેમિયત ખુબ જ વધી જાય છે. નાળીયેર વધેરવાની પરંપરા પાછળ એવું માણવા માં આવે છે કે આવું કરવાથી વ્યક્તિ પોતાના અહંકારોનો ત્યાગ કરીને પોતાનું સર્વસ્વ ઈશ્વરને સોપી દે છે.  આ વધેરેલું નાળીયેર ભગવાનના ચરણોમાં અર્પણ કરવાથી ખરાબ શક્તિઓ, રાહુ, શનિની મહાદશા અને જાદુ ટોના વગેરેનો નાશ થાય છે. માટે શ્રીફળ ખુબજ પવિત્ર ગણાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer