કારતક માસમાં પ્રગટાવવામાં આવતા દરેક દિવડાનું અનેરૂ મહત્વ હોય છે

શાસ્ત્રોમાં કારતક માસનું વિશેષ મહત્વ દર્શાવાયું છે. આ માસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્‍મીજીની પૂજા માટે સૌથી ઉત્તમ ગણાય છે. પ્રેમ, સૌંદર્ય અને ધનની દેવી મહાલક્ષ્‍મી અને તેમના પ્રિય વિષ્ણુ ભગવાન આ માસમાં તમામ પ્રકારના મનોરથ પૂર્ણ કરે છે. હિન્દુ પરંપરામાં પાંચ તત્વો પર વિશેષ ભાર મુકવામાં આવે છે. પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુમાં ઈશ્વરનો અંશ રહેલો છે. આ પાંચ તત્વોમાં અગ્નિને સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે. અગ્નિનું પ્રતિક દીપકને માનવામાં આવે છે. કારતક માસમાં દીપ દાનનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં અલગ અલગ દિપ જલાવવાથી મનોકામના પૂર્ણ થાય છે.

એક મુખી દિપક : સામાન્ય રીતે દરેક પૂજામાં એક મુખી દિપક પ્રગટાવવામાં આવે છે. આ રીતના દિપ પ્રાગટ્યથી દરેક ઉપાસના પૂર્ણ થાય છે. સમગ્ર કારતક માસમાં આ દિપકને તુલસીજીના છોડ નીચે પ્રગટાવવો જોઈએ.

દ્વિમુખી દિપક : સામાન્ય રીતે આવો દિપક ત્યારેજ પ્રગટાવવો જ્યારે કોઈના સ્વાસ્થ્ય કે આવરદાની રક્ષા માટે પ્રાર્થના કરવાની હોય એક જ કોડિયામાં બે દિપ પ્રગટાવીને પ્રાર્થના કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અકાળ મૃત્યુ અટકે છે. શિવજી સમક્ષ આ દિપને પ્રગટાવવો જોઈએ.

ત્રિમુખી દિપક : આ દિપકથી શત્રુઓનો નાશ થાય છે. આ દિપકમાં બે બાતી અને ત્રણ છેડા પ્રગટાવવામાં આવે છે. સરસોનાં તેલથી આ દિપ કરશો તો જરૂરથી લાભ મળશે.

ચાર મુખી દિપક : વિશેષ કામનાઓ માટે આ રીતનો દીપ પ્રગટાવવામાં આવે છે. ધન પ્રાપ્તિ, ગ્રહ દોષ નિવારણ, સિદ્ધિ પ્રાપ્તિ માટે આ દિપકનો પ્રયોગ થાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer