માતા શેરાવલીના મંદિરોમાં સામાન્ય રીતે નવરાત્રીના શુભ પ્રસંગે લાંબી કતારો હોય છે. માતાની એક ઝલક મેળવવા માટે ભક્તો લાંબી લાઈનો માં કલાકો વિતાવે છે. પરંતુ આ શક્તિ પીઠના દર્શનાર્થે જવા માટે તમારે પાકિસ્તાન સરકાર ની મંજૂરી લેવી પડશે. કારણ એ છે કે આ શક્તિપીઠ પાકિસ્તાનના બલુચિસ્તાન રાજ્યમાં સ્થિત છે.
અહીં હિંગળા નદી વહે છે. અને એટ્લે જ માતાનું આ મંદિર હિંગળાજ દેવી શક્તિપીઠ તરીકે ઓળખાય છે. પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુના ચક્રમાંથી વીંધયા બાદ દેવી સતીનું માથુ અહીં પડ્યું હતું. તેથી આ સ્થાન ચમત્કારિક અને દૈવી માનવામાં આવે છે.
પાકિસ્તાનમાં મુસ્લિમ દેવી હિંગળાજને નાની નું મંદિર કે પછી નાની ની હજ પણ કહેવામાં આવે છે. આ સ્થળે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેનો ભેદભાવ માટી જાય છે. બંને ભક્તિભાવ પૂર્વક માતાની પૂજા કરે છે. હિંગળાજ દેવી વિશે બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે એકવાર માતા હિંગળાજના દર્શન કરે છે તેને તેને પાછલા જન્મના કર્મોની સજા ભોગવવી પડતી નથી.
એવું માનવામાં આવે છે કે પરશુરામ જી દ્વારા ક્ષત્રિયોના 21 વાર વધ પછી, બાકીના ક્ષત્રિયોએ માતા હિંગળાજથી જીવન બચાવવા પ્રાર્થના કરી. માતાએ ક્ષત્રિયને બ્રહ્મક્ષત્રિય બનાવ્યાં, તેથી પરશુરામ પાસેથી તેમને અભય દાન મળ્યું. એવી પણ માન્યતા છે કે ભગવાન રામને રાવણની માર્યા પછી બ્રહ્મહત્યા કરવાનું પાપ લાગ્યું હતું, ભગવાન રામે આ પાપથી છૂટકારો મેળવવા હિંગળાજ દેવીના શરણે ગયાં હતા. ભગવાન રામએ અહીં યજ્ઞ કર્યો હતો.