જાણો નવરાત્રી દરમિયાન ઘરમાં ધૂપ કરવાથી થાય છે આટલા લાભ

અત્યારે નવરાત્રીચાલી રહી છે. નવરાત્રી એટલે માતાજીની કૃપા મેળવવાનો અસીમ અવસર. સોમવારે એટલે કે સાત ઓક્ટોબરે નોમ અને મંગળવાર આઠ ઓક્ટોબરે દશેરાનો તહેવાર છે. હિન્દુઓની નવરાત્રીની સાથે સાથે અત્યારે બંગાળીઓનો દુર્ગાઉત્સવ પણ ચાલી રહ્યો છે. મોટાભાગે દુર્ગાપુજા બાદ દસમના દિવસે દુર્ગામાતાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.

એવું કહેવાય છે કે નવરાત્રીના દિવસોમાં પુજા પાઠ કરવાનું ખુબ મહત્ત્વ છે, પરંતુ આ સમયે પુજા પાઠ કરનારી વ્યક્તિએ કોઇ પણ વાતમાં ગુસ્સો ન કરવો જોઇએ. ગુસ્સાના કારણે વ્યક્તિની એકાગ્રતા ભંગ થઇ જાય છે. આપણુ મન પુજામાં લાગી શકતુ નથી. આ દિવસોમાં ધર્મ કર્મમાં મન લગાવવું જોઇએ. અધાર્મિક કાર્યોથી બચવુ જોઇએ. નવરાત્રિમાં કોઇ પણ શુભ કાર્યો કરી શકાય છે.

નવરાત્રીમાં દરમિયાન કરવું જોઈએ આટલું :

૧. એવી માન્યતા છે કે માતાજીને ધુણી એટલે કે ધુપ ખુબ પસંદ છે. તેથી નવરાત્રીના દિવસોમાં સવાર સાંજ ધુપ કરવો જોઇએ. લોબાન, ગુગળ અને ચંદન પાવડર ભેળવીને ધુણી કરવાથી મા ખુશ થાય છે અને ઘરમા પવિત્રતા વધે છે. વરસાદના કારણે ઘરમા ફેલાયેલી ગંઘ પણ ખતમ થાય છે. ઘણા હાનિકારક સુક્ષ્‍મ કીટાણુઓ ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે

૨. દુર્ગામાની પુજા કરનારા ભક્તોએ દુર્ગા સપ્તશતીના 11માં અધ્યાયનો નિયમિત પાઠ કરવો જોઇએ.

૩. નવરાત્રીમાં આવતા મંગળ અને શનિવારે હનુમાનજીના મંદિરમાં લાલ ધ્વજનું દાન કરવું જોઇએ.

૪. દેવી ભગવતીને સાત ઇલાઇચી અને મિશ્રીનો ભોગ ચઢાવવો જોઇએ. નોમના દિવસે માતાજીને એક લાલ સાડી, સિંદુર,હળદર, મહેંદી અને સુહાગનો સંપુર્ણ સામાન ચઢાવવા જોઇએ.

૫. નવરાત્રીમાં સપ્તમીની તિથિ પર ફળાહાર કરીને વ્રત કરવું જોઇએ.

૬. નવરાત્રીમાં આઠમ અને નોમના દિવસે કન્યાઓને ભોજન કરાવવું જોઇએ. પોતાના સામર્થ્ય અનુસાર દાન પુણ્ય પણ કરવું જોઇએ.

Leave a reply:

Your email address will not be published.

Site Footer