કાંચના મહેલની જેમ જ છે ઇશા અંબાણી નું ગુલીટા હાઉસ, કિંમત એટલી છે કે આપણી સાત પેઢી પણ ખરીદી ના શકે

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી ની પાસે બેહિસાબ દોલત છે. આ જ કારણ છે કે તેમની પાસે ભારત નું સૌથી મોંઘુ અને લક્ઝરી સુવિધાઓ થી ભરેલું ઘર એન્ટિલિયા છે. આ ઘર વિશે તમે પહેલાં પણ ઘણા બધા આર્ટિકલમાં વાંચી ચૂક્યા હશો. પરંતુ આજે અમે તમને મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની દીકરી ઇશા અંબાણી ના ઘર ગુલાટી હાઉસની વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી ની દીકરી ઇશા અંબાણી ના લગ્ન આનંદ પિરામલ સાથે હમણાં જ થયા છે. ઈશા નું આ ઘર તેમને તેમના સસરા એટલે કે પતિ આનંદ પીરામલ ના પિતા એ ગિફ્ટમાં આપ્યું છે. ઈશાનું આ ઘર વિલાસિતા માં પોતાના પિતા મુકેશ અંબાણી ના ઘર થી કંઈ ઓછું નથી. તેમાં ઘણી સારી સુવિધાઓ રહેલી છે. સૂત્રોની માનીએ તો આ ઘરની કિંમત પુરા ૪૫૦ કરોડ રૂપિયા છે.

ઈશાનો આ બંગલો પચાસ હજાર સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે. આ એક સી ફેસિંગ ઘર છે. એટલે કે બારીઓમાંથી જ તમને સમુદ્રનો નજારો જોવા મળે છે. હકીકતમાં આ ઘર પહેલા હિન્દુસ્તાન યુનિલીવર નું હતું. ૨૦૧૨ માં પિરામિડ ગ્રુપ એ આને ૪૫૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધું હતું. આ ઘરમાં ટોટલ પાંચ માળ બનેલા છે. તેમાં ત્રણ બેઝમેન્ટ, બે પાર્કિંગ અને સર્વિસ ફેસેલીટી પણ છે.

ઈશા ના બંગલા ના ગ્રાઉન્ડ ફલોર માં એક આકર્ષક એન્ટ્રેસ લોબી પણ છે. ઉપરના માળમાં લિવિંગ હોલ, મંદિર અને ડાઇનિંગ હોલ પણ બનેલા છે. તેમાં ત્રીપલ હાઈટ મલ્ટીપર્પજ રૂમ અને બેડરૂમ સર્ક્યુલર સ્ટડી રૂમ પણ રહેલો છે. તે અનુસાર તમને ગુલીટા માં એરીયા ડ્રેસિંગ રૂમ અને સર્વે ક્વાર્ટર પણ મળી જશે.

આ બંગલાની અંદર કાચ નું પણ ખૂબ કામ કરવામાં આવેલું છે. તેનાથી જ તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. આ બંગલાને લન્ડન ની એન્જિનિયરિંગ ફરમેં ડિઝાઇન કર્યો છે. તેમજ તેને રેડી કરવામાં એન્જિનિયર એકારસલે ઓકાલેગન એ મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ બંગલાના સ્ટ્રક્ચર સ્ટીલ માંથી બનાવવામાં આવ્યા છે. તેમને બનાવવા માટે 3d મોડલિંગ ટૂલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઈશાના ગુલીટા બંગલા ની તુલના પોતાના પિતા મુકેશ અંબાણી ના એન્ટિલિયા થી કરીએ તો બંનેમાં ખૂબ અંતર જોવા મળી જાય છે. એન્ટિલિયા માં 27 માલ છે તો ગુલીટા માત્ર પાંચ માળનો જ છે. ગુલીટા પચાસ હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. જ્યારે મુકેશ અંબાણીનો એન્ટિલિયા ચાર લાખ વર્ગ ફૂટ માં ફેલાયેલું છે. એક રીતે જોઈએ તો ઇશા નું ગુલીટા પિતાના એન્ટિલિયા થી લગભગ આઠ ગણું નાનું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer