VTV મહામંથનથી લોકપ્રિય બનેલ ઇસુદાન ગઢવી 16 વર્ષની મીડિયા કારકિર્દી છોડ્યા બાદ આ રાજકીય પાર્ટીમાં જોડાઈને બની શકે છે મોટો ચહેરો…

ન્યૂઝ ચેનલ અને પોલિટિક્સને લાંબો સાથ હોય છે. લોકતંત્રમાં બંને જરૂરી છે. તંત્ર માં રહેલી ભૂલો ઉજાગર કરવા માટે પ્રેસ ઉપયોગી બને છે.

મીડિયા એ સરકારની પારદર્શકતા દર્શાવવા માટે લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું હોય છે. પરંતુ ઘણીવાર ફેમસ લોકો પોલીટીક્સમાં જોડાતા હોય છે.

આપ સર્વે ઈશુદાન ગઢવી કે જે vtv ન્યુઝ માં કામ કરે છે તેમના વિશે સાંભળ્યું જ હશે. તાજેતરમાં એવા સમાચાર સાંભળવા મળી રહ્યા છે કે ઈશુદાન ગઢવી એ મીડિયામાં કામ કરવાનું છોડી દીધું છે.

હવે આ વાત અફવા છે કે સાચી છે તેનું પુષ્ટિ તો સમય જ કરશે. તાજેતરમાં ઘણા સ્રોતો દ્વારા માહિતી મળી છે કે સામાન્ય કુટુંબમાં થી ઉભરી ને આવેલા અને ગુજરાતના લોકોના પ્રશ્ન મોટા મોટા નેતાઓ સુધી પહોંચાડતા પત્રકાર એટલે કે ઇશુંદાન ગઢવી એ મીડિયા ને બાય બાય કહી દીધું છે.

આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે તેવું હવે પોલિટિક્સમાં જોડાઇ જશે.આપ પાર્ટીમાં તેઓ જોડાવાના છે તેવી વાતો સંભળાઈ રહી છે. હાલમાં તેઓએ vtv ન્યુઝ નેટવર્ક છોડી દીધું છે તેવી વાતો સાંભળી રહી છે પરંતુ આ વાતમાં તથ્ય છે કે નહીં તે હવે આગળના સમયમાં આપણે જોઈ શકીશું.

Leave a reply:

Your email address will not be published.

Site Footer