જાણો રાણી રત્નાવતીની અદભુત અનોખી કૃષ્ણ ભક્તિ!!

કબીર કહે છે કે સદ્ગુરુએ જણાવેલા માર્ગથી પ્રેમના વાદળ ઉમટી આવ્યા અને મારા પર વરસવા લાગ્યા છે. મારો અંતરાત્મા ભીંજાઈ ગયો છે, અને જીવનરૂપી વનરાજિ હરિયાળી થઈ ગઈ છે. આવી જ દશા રાણી રત્નાવતીની થઈ. રાણી રત્નાવતી ઓબેરગઢ, જયપુર, રાજસ્થાનના મહારાજા માનસિંહના નાનાભાઈ રાજા માધોસિંહની પત્ની હતી. સત્તાની સામ્રાજ્ઞાી, રાજરાણી હોવા સાથે બેનમૂન સૌંદર્યવતી પણ હતી. એ બધા સાથે સોનામાં સુગંધ ભળે તેમ તે સ્નેહસભર, સદ્દગુણી અને પરોપકારી પણ હતી. રત્નાવતીની અનેક દાસીઓમાં એક દાસી કૃષ્ણભક્તિમાં ડૂબેલી રહેતી હતી.

એની ભક્તિથી ઉદ્ભવેલી પ્રીતિ અને પ્રસન્નતાને જોઈ રાણી રત્નાવતી પણ વિસ્મય પામતી. એક દિવસ તેણે એની મધુરતા અને મોજ-મસ્તીનું રહસ્ય પૂછયું તો તેણે જણાવ્યું કે આ તો કૃષ્ણભક્તિની સહજ નિષ્પત્તિ છે. રાણી રત્નાવતીએ એની દાસીને ગુરુ બનાવી એની પાસેથી જીવનધન્ય કરનારી પ્રીતિ ની રીતિ શીખવા લાગી. ‘માંહિ પડયા તે મહાસુખ પામે’ ત્યાં એને આંતરસુખની પ્રતીતિ થવા લાગી. સૂરદાસજી કહે છે કે -‘ દિન દિન બઢત સવાયો દૂનો’ ની જેમ એનો ભગવતપ્રેમ અને આનંદ વધવા લાગ્યો.

ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા રાણી રત્નાવતીનું મન વ્યાકુળ રહેવા લાગ્યું. એક દિવસ તેણે દાસીને કહ્યું :’ કછુક ઉપાય કીજૈ, મોહન દિખાય દીજૈ, તબ હી તો જીજૈ, વે તો આનિ ઉર અરે હૈ’  કોઈ ઉપાય કરો, મને મોહનના દર્શન કરાવો તો જ આ જીવન ટકશે. તે મારા હૃદયમાં આવીને સ્થિર થઈ ગયા છે.’ રાણી સંતો, મહાત્માઓ,ભક્તો અને ભગવદીય જેનોનો સંગ કરવા લાગ્યા. ભગવતપ્રીતિ વધે તેમ સંસારપ્રીતિ ઘટે. રાણી રત્નાવતીના પતિ રાજા માધોસિંહ દિલ્હીમાં હતા. મંત્રીઓએ પત્ર લખી એમને રત્નાવતી વિશે જાણ કરી. એટલામાં એમનો પુત્ર પ્રેમસિંહ એમને મળવા આવ્યો. એના કપાળમાં વૈષ્ણવી તિલક અને ગળામાં તુલસીની માળા જોઈ સમજી ગયા કે તે પણ તેની માતાની જેમ ભક્તિના રંગે રંગાવા લાગ્યો છે.

રાજા માધોસિંહે પત્નીને પત્ર લખીને સેવા-પૂજા-સત્સંગ બંધ કરવા આદેશ આપ્યો પણ રાણીએ જણાવ્યું કે કૃષ્ણપ્રેમ તો મારા અંતરાત્મામાં પ્રવેશી ચૂક્યો છે. ભગવાનની સેવા- સ્મરણ અને સત્સંગ તો શ્વાસોશ્વાસ જેવા થઈ ગયા છે. તે એને છોડી નહીં શકે. એટલે રાજા ગુસ્સે ભરાયો. જેમ રાણાએ મીરાબાઈને મારી નાખવા યોજના કરી એમ માધોસિંહ રત્નાવતીને મારવા યોજના કરી. ભૂખ્યા થઈ ગયેલા સિંહને નજીક આવતો જોઈ રાણી રત્નાવતીને સાવધ કરતાં કહ્યું- ‘રાણીજી, જલદી ભાગો. 

મહેલમાં સિંહ આવ્યો છે, રત્નાવતીએ અત્યંત શાંતિથી કહ્યું-‘ એમાં ભાગવાની શું જરૂર છે ? આ તો આપણને દર્શન આપવા ભગવાન નૃસિંહ આપણા ઘરે પધાર્યા છે. આપણે તો એમની પૂજા- અર્ચના કરવી જોઈએ.’ રાણી રત્નાવતીએ કંકાવટી ચંદનનું તિલક કર્યું અને એના ગળામાં પુષ્પમાળા પહેરાવી દીધી ! એની આગળ ધૂપ-દીપ કર્યા, નીવેદ્ય આપીને આરતી પણ ઉતારી. 

Leave a reply:

Your email address will not be published.

Site Footer