ગત વર્ષે કોરોનાના મહામારીમાં અમદાવાદની સ્થિતિ ખરાબ હતી. જેના કારણે રાજ્ય સરકારે અમદાવાદમાં રથયાત્રા નહીં યોજવાનો નિર્ણય કર્યો હતો. સદીઓ જૂની આ પરંપરાને કોરોનાના કારણે તોડવી પડી હતી.
આ અગાઉ ગુજરાતમાં રથયાત્રા અંગે સીએમ વિજય રૂપાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતું કે, ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટી રહ્યા છે. છતાં લોકોને નિયમોનું પાલન કરવાની સૂચના આપી છે. જો કે, રથયાત્રાને વિશે એક મહત્વનું નિવેદન આપતા સીએમે કહ્યુ હતું કે, રાજ્યમાં કેસો ઘટી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં રથયાત્રા થઈ શકે કે કેમ તે અંગે નિર્ણય લઈ શકે છે.
બની શકે કે સોશિયલ ડિસ્ટન્સના નિયમો અને મર્યાદિત સંખ્યામાં પણ લોકોને શામેલ થવાની મંજૂરી સાથે રથયાત્રા યોજાઈ શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર ના નિર્ણયની રાહ જોવાઇ રહી છે. આપણને એમ લાગતું હતું કે સરકાર પ્રતિબંધો સાથે રથ યાત્રાને મંજૂરી આપશે અને ખરેખર એવું જ થયું છે.
તો મંદિરની રથયાત્રા અગાઉ એક જળયાત્રા થશે તેવા સરકાર દ્વારા સંકેતો મળી રહ્યા છે .અમારા અધિકારિક સ્ત્રોતોએ દ્વારા તેવું જણાવ્યું હતું કે આ રથયાત્રામાં સોશિયલ ડિસ્તન્સિંગ અને માસ્ક જેવા તમામ નિયમોનું ફરજિયાત પણે ઉપયોગ કરવામાં આવશે. આ યાત્રામાં મંદિરના જ લોકો હાજર રહી શકશે આ ઉપરાંત એક ગજરાજ પાંચ કળશ અને પાંચ ધ્વજ સાથે રથયાત્રા નીકળશે.
વધુમાં એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ યાત્રામાં વધુમાં વધુ પચાસ લોકોનો સમાવેશ થઇ શકશે અને મળતી માહિતી મુજબ આ જળ યાત્રામાં નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે.