નમસ્તે મિત્રો, બધા લોકો ને ખબર જ હશે કે મંગળવાર હનુમાનજી નો દિવસ ગણાય છે. હિંદુ ધર્મમાં હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે, કારણકે હનુમાનજી એમના ભક્તોના બધા દુખ અને સંકટોને સ્વયં લઇ લે છે
અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ ભરી દે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે શ્રી હનુમાન બધા દેવી દેવતાઓમાં સૌથી જલ્દી પ્રસન્ન થવા વાળા દેવતા છે. એને પ્રસન્ન કરવા ખુબ સરળ હોય છે
એવું પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ એમના પુરા મનથી શ્રી હનુમાનજીને યાદ કરી લે છે તો ભગવાન સ્વયં જ એના બધા દુખોને લઇ લે છે. તેમજ હનુમાનજીની ભક્તિ સૌથી સરળ હોય છે અને જલ્દી ફળ પ્રદાન કરવા વાળી પણ માનવામાં આવે છે.
તેમજ તમને જણાવી દઈએ કે શ્રી હનુંમાંન્હું ભક્તિ આપણને ઘણી ખોટી આદતોથી તો બચાવે જ છે અને સાથે સાથે ગ્રહ-નક્ષત્રોના ખરાબ પ્રભાવથી પણ હંમેશા દુર રાખે છે.
તેમજ સંકટ મોચનને પ્રસન્ન કરવાનો સૌથી સરળ અને સારો ઉપાય આ થાય છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરે. એવું માનવામાં આવે છે કે રાતના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મનુષ્યના ઘણા બધા દોષ દુર થઇ જાય છે.
તેમજ એનાથી શનીની સાડા સતીમાં થઇ રહેલી ઘણી નકારાત્મક પ્રભાવોથી પણ વ્યક્તિને જલ્દીથી છુટકારો પ્રાપ્ત થઇ જાય છે. શ્રી હનુમાન ચાલીસાનો પાઠ સવારે સ્નાન કરીને મંગળવારે અથવા પછી શનિવારે કરવામાં આવે છે.
હનુમાન ચાલીસાનો પાઠ ખુબ જ પ્રભાવશાળી અને શક્તિશાળી માનવામાં આવે છે. તેમજ આ પાઠને કરવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું બની રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધી પણ આવે છે. તેમજ ઘણી બધી નકારાત્મક ચીજોનો પ્રભાવ પણ ઓછો થઇ જાય છે.