હિન્દી સોંગ ‘ચાંદ વાલા મુખડા’ એ આજકાલ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. ઈન્સ્ટાગ્રામ પર આ સોંગની રેકોર્ડબ્રેક રીલ્સ બનાવાય છે. આ સોંગ ગવાયું છે ગુજરાતના બે સિંગર દેવ પગલી અને જીગર ઠાકોર દ્વારા. આ સોંગથી નાનકડો જીગર ઠાકોર રાતોરાત સમગ્ર દેશભરમાં ફેમસ થઈ ગયો છે.
બાળકલાકાર જીગર ઠાકોર બનાસકાંઠાના નાનકડા ગામ મડાણાનો વતની છે. ગરીબ પરિવારમાં જન્મેલા જીગરના પિતાનું નામ સોરાબજી ઠાકોર છે. જીગર ઠાકોરના પિતાને પણ સિંગર બનવું હતું પરંતુ પરિસ્થિતિ ને લીધે બની શક્યા નહી.
તમને જણાવી દઈએ કે જીગર ઠાકોર ના પિતા કડિયા કામ કરે છે. જીગર ઠાકોર એ ગાવાનું શરૂ કર્યું તે પહેલાં તેમની ઘરની સ્થિતિ કફોડી હતી. જેથી હવે જીગર નું સપનું છે કે પોતે પાકું મકાન બનાવે અને પોતાના પૈસે થી એક કાર પણ ખરીદે. જીગર ની પહેલી પસંદ બ્રેઝા કાર છે.
જીગર ઠાકોરે 8 વર્ષની ઉંમરે ગાવાની શરૂઆત કરી હતી. એક વખત પોતાના પિતા સાથે પાટણ જઇ રહ્યો હતો. આ દરમ્યાન રસ્તામાં અચાનક જીગરે ‘મણિયારો’ સોંગ અજમાવ્યું હતું. જીગરનો અવાજ સાંભળી સોરાબજી ઠાકોરને લાગ્યું કે પોતાનું સિંગર બનવાનું અધુરું સપનું જીગર પુરુ કરી શકશે. તેથી જીગર પાસે દરરોજ બે કલાક ગાવાની પ્રેક્ટિસ કરાવી હતિ.
સોશિયલ મીડિયામાં જીગર ઠાકોરનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે મણિરાજ બારોટની સ્ટાઈલમાં ગાતો હતો. જીગરને લઈ સ્ટૂડિયોમાં સોંગ તૈયાર કરાયું . જીગર ઠાકોરનું પહેલું સોંગ રિલીઝ થયું ત્યાર બાદ પાછું વળીને જોયું નથી.
દેશભરમાં ઓળખ મળ્યા બાદ જીગર ઠાકોર દ્વારા પોતાની ફી વધારી દેવામાં આવી છે. આથી દર મહિને સારી એવી આવક થઈ રહી છે ત્યારે જીગરના પોતાના ગામમાં પાકું ઘર પણ બનાવી રહ્યો છે.
જીગર ઠાકોર નાની ઉંમરે જ પોતાના પૈસે Brezza કાર ખરીદશે. અગાઉ જીગરના પિતાને ‘મેના પ્રીત ઘેલી’ ફિલ્મમાં ગીત ગાવાની ઓફર મળી હતી. તેઓને અકસ્માત નડતા ગાવાનું સપનું સપનું જ રહી ગયું હતું. જોકે જીગર ઠાકોર પિતાનું સપનું પુરું કરવાની સાથે તેમનું ગૌરવ પણ વધાર્યું છે.