પાર્ટીને મજબુત કરવાની કોંગ્રેસની રણનીતિ: હાર્દિક પટેલ બાદ જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમારને પણ કોંગ્રેસમાં જોડીને ઉભું કરવા માંગે છે યુવાનેતૃત્વ..

આજના દિવસે કોંગ્રેસમાં નવી હલચલ જોવા મળી રહી છે. આજે જ નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ પદ પરથી રાજીનામું ધર્યું છે ત્યારે હવે રાહુલ ગાંધીની હાજરીમાં કનૈયા કુમાર કોંગ્રેસમાં જોડાય ગયા છે, જ્યારે જિગ્નેશ મેવાણી હાલ ટેક્નિકલ પ્રોબ્લેમના કારણે ઓફિશિયલી કોંગ્રેસમાં જોડાય શક્યા નથી જો કે આમ પણ જિગ્નેશ મેવાણી હાલ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાય ગયેલા છે.

બંનેના સ્વાગત માટે પાર્ટી ઓફિસમાં પોસ્ટર્સ પણ ચોંટાડવામાં આવ્યા છે. જોકે રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યાલય પર બંને નેતાઓનું સ્વાગત કર્યું હતું પણ બંનેને કોંગ્રેસમાં સામેલ કરવાની પ્રેસ કોંગ્રેસમાં રાહુલ ગાંધી ગેર હાજર રહ્યા હતા.

પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બંને યુવા નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરતા પહેલાં શહિદ ભગત સિંહ પાર્ક પહોંચ્યા હતા અને ત્યાં તેમણે શહિદ ભગતસિંહની પ્રતિમાને હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી હતી.

સિદ્ગુના અચાનક રાજીનામાની અસર થતાં પાર્ટી મુખ્યાલયમાં થનારી પ્રેસ કોન્ફરન્સનો સમય ત્રણ વાર બદલાઈ ગયો છે. પહેલાં બપોરે 3.30 વાગ્યાના પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત કરવામાં આવી હતી. સિદ્ધના રાજીનામા પછી તેનો સમય બદલીને સાંજે 4.30 કરવામાં આવ્યો હતો.

ત્યારપછી પાર્ટીએ કોન્ફરન્સના સમયમાં ફરી એકવાર ફેરફાર કર્યો હતો. અંતે સાંજે 5.20 પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જોકે તેમાં પણ રાહુલ ગાંધી ગેરહાજર રહ્યા હતા.


જેએનયુ માં સૂત્રોચ્ચાર કેસ બાદ લોકોમાં ફેમસ થયેલા કહૈયા કુમાર અને ગુજરાતના દલિત આગેવાન જિજ્ઞેશ મેવાણી મંગળવારે કોંગ્રેસ સાથે જોડાયા છે. કોંગ્રેસમાં આ યુવા ચહેરાઓની એન્ટ્રી બરાબર એવા સમયે થઈ રહી છે જ્યારે નેતાઓ વચ્ચે પાર્ટી સાથે સંબંધ તોડવાની અને ભાજપમાં જવાની હોડ જામી છે.

હાલમાં જ રાહુલ ગાંધીના નજીકના માનવામાં આવતા જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ, પ્રિયંકા ચતુર્વેદી અને લલિતેશપતિ ત્રિપાઠી જેવા ઘણા યુવાન ચહેરાઓએ કોંગ્રેસથી પોતાનો છેડો ફાડ્યો હતો.

મંગળવારે ભગત સિંહની જન્મજયંતી નિમિત્તે જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ પ્રમુખ અને સીપીઆઈ નેતા કહૈયા કુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય અને દલિતનેતા જિજ્ઞેશ મેવાણીને કોંગ્રેસમાં જોડાઈને એકસાથે અનેક સમીકર સાધવાના પ્રયાસ ચાલી રહ્યાં છે. શર્મિષ્ઠા મુખર્જીએ આ અઠવાડિયે રાજકારણમાંથી દૂર જવાની જાહેરાત કરી હતી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer