દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે ગામડામાં મોટા ભાગના બધા ઘરમાં ગાય-ભેસો ને બાંધેલી જોવા મળશે પણ શહેર ની વાત કરીએ તો આપણને ઘરની આસપાસ ગાય મળવામાં થોડી તકલીફ થશે જે લોકો રોજ ગાય ને રોટલી ખવડાવી પુણ્ય પ્રાપ્ત કરવા ઈચ્છે છે
તે લોકો ને ગાય ને રોટલી ખવડાવા માટે ધણી મુશ્કેલી ઉઠાવી પડે છે હિંદુ ધર્મ માં માનો તો ઘર માં બધા થી પહેલા ગાય માટે રોટલી બનવામાં આવે છે. તેના પછી લોકો માટે બનાવામાં આવે છે. જો ગાય ના મળે તો ગાયની રોટલીનું શું કરવું?
જ્યોતીશ્સાસ્ત્રમાં કહેવાયું છે કે જો તમે ગાયને રોજ રોટલી ખવડાવા ઈચ્છતા હોય અને તમારા ઘરની આસપાસ ગાય ના રહેતી હોય તો તમે મનમાં જ હાથ જોડી ને પ્રાથના કરો કે હે ગાય માતા આ રોટલી મેં તમારા માટે બનાવી છે
કૃપા કરી તમે આને ગ્રહણ કરો આ પ્રાથના કર્યા પછી તમે એ રોટલીને કોઈ ગરીબને દાનમાં આપી દો આ ઉપાયને કર્યા પછી તમને એટલુ જ ફળ મળશે જેટલું એક ગાયને રોટલી ખવડાવા પર મળશે. ગાયને દરેક પ્રાણીઓ કરતા ખુબજ પવિત્ર માનવામાં આવે છે:
આપના દેશમાં શહેર કે ગામડા માં ગાય મળી જશે પણ જે લોકો દેશની બહાર વિદેશમાં રહે છે તેમના માટે ઘણી મોટી મુશ્કેલી થાય છે. તમને કહી દઈએ કે જે લોકો વિદેશમાં રહે છે તે લોકોને પણ આ ઉપાય કરવો જોઈએ
અને મહિનામાં કે વર્ષમાં એક વાર ગૌશાળા જઈને દાન જરૂર કરવું જોઈએ. હિંદુ ધર્મ અનુસાર મનાય છે કે ગાય બધા જાનવરો થી પવિત્ર મનાય છે તેમાં ૩૩ કરોડ દેવી દેવતાનો વાસ હોય છે તેનું દૂધ જ નહિ પણ તેનું ગોબર પણ ઘણું લાભદાયી મનાય છે તેથી ગાય ને ગૌમાતા પણ કહેવાય છે.