જો તમને તમારા ઇષ્ટદેવની ખબર ના હોય તો આવી રીતે તમારા ઇષ્ટદેવ ને ઓળખો અને તેની ઉપાસના કરો.

બધા દેવી દેવતાની ઉપાસના કર્યા પછી પણ માણસનું મન ભટકતું રહે છે. જ્યોતિષ શાસ્ત્ર નું માનો તો બધા માનસ નું મન કોઈ એક જ દેવી દેવતાની સામે આકર્ષિત થાય છે. અને તેજ દેવી કે દેવતા તમારા ઇષ્ટદેવતા  હોઈ શકે છે.

જો તમારી કુળદેવી કે દેવતા હોય તો તે પણ તમારા ઇષ્ટ હોઈ શકે છે તો આવો જાણીએ કે કોણ છે તમારા ઇષ્ટદેવ. ધાર્મિક માન્યતામાં બધા વ્યક્તિ ના એક ઇષ્ટ દેવ કે દેવી હોય છે.  તેની ઉપાસના કરીને જ વ્યક્તિ જીવનમાં ઉન્નતી કરી શકે છે. ઇષ્ટદેવ કે દેવીનું નિર્ધારણ લોકો કુંડળી ના આધાર કરે છે.

વાસ્તવમાં ગ્રહો અને જ્યોતિષ નો ઇષ્ટદેવ થી કોઈ સંબંધ નથી હોતો. ઇષ્ટદેવ કે દેવી નું નિર્ધારણ તમારા જન્મ જન્માંતરના સંસ્કારો પર હોય છે.  વગર કોઈ કારણ તમારું કોઈ ઈશ્વરના જે રૂપ માં તમારું આકર્ષણ હોય તે જ તમારા ઇષ્ટદેવ હોય છે. ગ્રહ ક્યારે પણ ઈશ્વરનું નિર્ધારણ ના કરી શકે.

ગ્રહો ની સમસ્યાને દુર કરવા ખાસ દેવી દેવતાની ઉપાસના કરવામાં આવે છે. ધાર્મિક પરંપરા માં ઇશ્વરીય શક્તિ ની ઉપાસના અલગ અલગ રૂપોમાં થાય છે. જ્યોતિષના જાણકારોની માનો તો હિન્દુમાં 33કરોડ દેવતાને ઉપસના યોગ્ય માનવામાં આવે છે. અલગ અલગ શક્તિના રૂપમાં તેની પૂજા થાય છે.

જાણકારોની માનો તો બધા વ્યક્તિ ના તેના પોતાના અલગ અલગ ઇષ્ટ દેવી કે દેવતા હોય છે જો સમય રહ્રતા તેને ઓળખી જવામાં આવે તો ગ્રહોના બધા દુષ્ટ પ્રભાવ થી બચી શકાય છે. તો તમે પણ તમારા ઇષ્ટદેવ ને ઓળખો અને તેની ઉપાસના કરો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer