જાણો કપૂરના અદ્ભુત ફાયદાઓ, વાતાવરણ શુદ્ધ કરવાની સાથે સાથે શારીરિક સૌંદર્ય વધારવામાં પણ કરે છે મદદ 

આપણે કેટલીક વસ્તુઓનો ઉપયોગ માત્ર પૂજા પાઠ કરવા માટે જ કરીએ છીએ.પણ આ વસ્તુનો ઉપયોગ આપણે આપણી તંદુરસ્તી માટે પણ કરી શકીએ છીએ.આવી જ એક વસ્તુ છે “કપૂર” કપૂરનું તેલ કે કપુરનો સીધો ઉપયોગ કરવો પણ ફાયદાકારક સાબિત થયો છે. કપૂરનો ઉપયોગ ફક્ત વાતાવરણને શુદ્ધ કરવા માટે જ કરવામાં આવે છે.

મોટાભાગે આપણા બધાના ઘરમાં પૂજા માં ઉપયોગમાં લેવાતું કપૂર પૂજા સિવાય તેનો આપણે ઉપયોગ કરતા નથી. પરંતુ જણાવી દઈએ કે આ કપૂરના સ્વાસ્થ્યમાં પણ એટલા જ ફાયદા છે. પરંતુ આપણે કોઈ જાણતા નથી કે કપૂર કેટલું સ્વાસ્થ્યવર્ધક છે.  કપૂર માં મોજૂદ તત્વ ઘણા પ્રકારના રોગો દૂર કરી શકે છે.

અને આપણી વાત ન કરીએ તો આપણા પૂર્વજો કપૂરનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરતા કારણકે તેનું સ્વાસ્થ્ય અને શારીરિક સૌંદર્ય વધારવામાં ખૂબ જ મહત્વ છે. કપૂરના એવા કેટલાક ફાયદાઓ પણ છે જેનાથી ઘણા પ્રકારના રોગોનો સફાયો થઈ જાય છે. આયુર્વેદમાં પણ કપૂર ના ઘણા પ્રકારના ઉપાય જણાવવામાં આવ્યા છે.

જેનો સચોટ ઉપયોગ કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. તો ચાલો જાણીએ આ કપૂર ના ફાયદાઓ વિશેમોટાભાગે કપૂર નો સળગાવીને ઉપયોગ કરવાથી તેનો મહત્તમ ફાયદો મળે છે. કપૂર ને રૂમમાં સળગાવવાથી માનસિક તણાવ દૂર થઈ શકે છે. શ્વાસને લગતા રોગોમાં પણ કપૂર ફાયદાકારક છે.

વાળની સમસ્યામાં પણ કપૂર ફાયદાકારક છે. ઘણીવખત વાળમાં ખોડો થાય અથવા વાળ ખરતા હોય ત્યારે નારિયેળના તેલમાં કપૂર ભેળવીને થોડું એવું ગરમ કરીને માથા પર માલીશ કરો ત્યાર પછી એક કલાક બાદ માથુ ચોખા પાણીથી ધોઈ લો. આવુ કરવાથી વાળ મજબૂત થશે અને ખરવાની સમસ્યા નહીં રહે.

આ સિવાય જો કોઈને કાનમાં દુખાવો થતો હોય તો તુલસીના બેથી ત્રણ પાંદડા નો રસ કાઢી લો ત્યાર પછી તેમાં કપૂર નાખી ને ભેળવી દો, આના બે-ત્રણ ટીપા કાનમાં નાખવાથી કાનમાં દુખાવામાં રાહત થાય છે. આ સિવાય પેટના દુખાવાની પરેશાની હોય તો એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખીને ઉકાળો,

જ્યારે અડધો ગ્લાસ પાણી વધે ત્યારે તેમાં થોડો કપૂરનો ભૂકો ભેળવીને દર્દીને પીવડાવી દો. આનાથી દુખાવામાં ઘણી રાહત થશે. કપૂરના એક નાના ટુકડાને નાનકડી વાડકીમાં સળગાવીને રૂમમાં 10 મિનિટ સુધી રાખી દો, ત્યાર પછી કપૂરની સુગંધ આખા રૂમમાં ફેલાઈ જશે જેથી રૂમનું વાતાવરણ પણ શુદ્ધ થશે અને માનસિક થાક પણ દૂર થશે.

આ સિવાય કેમિકલયુક્ત મચ્છર ભગાવવા ના રીફીલ કરતા કપૂર નો ઉપયોગ કરવો, આનાથી મચ્છર પણ ભાગી જાય છે અને તેની માનવ શરીર પર કોઈ અસર પડતી નથી. સાંધાના દુખાવામાં પણ કપૂર ફાયદો પહોંચાડી શકે છે. કપૂર ના તેલ ને સાંધામાં લગાવવાથી આના દુખાવામાં રાહત મળે છે.

ત્વચા માટે પણ કપૂર ખૂબ ફાયદાકારક છે, ચેહરા પર નિખાર લાવે છે અને સૂકી બની ગયેલી ત્વચાને નરમ બનાવે છે.જો કોઈને પણ ખૂબ ખંજવાળ આવતી હોય તો, તે જગ્યા પર કપૂર ઘસવાથી ખંજવાળ આવતી નથી. આપણા ફેફસામાં જ્યારે શરદી અથવા તાવ આવે ત્યારે સમસ્યા આવી શકે છે પરંતુ આવા સમયે કપૂર સૂંઘવાથી રાહત મળે છે

Leave a reply:

Your email address will not be published.

Site Footer