ગુજરાતમાં તાઉતે વાવજોડું આવીને વયુ પણ ગયું છે. ત્યારથી આ ગુજરાતના કોમેડી કિંગ તરીકે જાણીતા ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની આર્થિક રીતે નબળા લોકોની મદદે લાગ્યા છે.
તાઉતે વાવાજોડાએ સૌથી વધુ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં નુકશાન કર્યું છે. ઘણા લોકો બેઘર થઈ ગયા છે. લોકો સરકારની મદદની રાહ જોઈને બેઠા હતા. તે સમયે નીતિન ભાઈ સૌરાષ્ટ્ર પંથકમાં બે દિવસનો પ્રવાસ નક્કી કરીને ગયા હતા.
ખજૂર ભાઈ એ સૌરાષ્ટ્રમાં બે દિવસ પ્રવાસ કરીને જોયું તો ત્યાંના લોકોને મદદની જરૂર હતી. ત્યારે જ ખજૂર ભાઈ અને તેમની ટીમે મન બનાવી લીધું હતું કે ગમે તેટલાં દિવસ થાય આપણે લોકોની મદદ કરીશું. ત્યારે તેમને લોકોના પડી ગયેલા ઘર પાછા કરી આપવાનું નક્કી કર્યું અને તે અત્યાર સુધી હજારો જરૂરિયાત મંદ લોકોની મદદ કરી | ચૂકયા છે.
ફકત 2 દિવસનો પ્રવાસ નક્કી કરીને આવેલા ખજૂર ભાઈને સૌરાષ્ટ્ર પંથકમાં અંદાજે 2 મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે. એક ઇન્ટરવ્યૂમાં ખજૂર ભાઈએ વાત કરતા જણાવ્યું હતું કે મારે અહીં 2 મહિનાથી પણ વધારે સમય વીતી ગયો છે.
હવે આમારે ઘરે જ જવું છે. હું મારા ભાઈને રોજ વાત કરું છુ કે આજ કામ પૂરું થઇ જાય તો આપણે આજે ઘરે જતા રહીશું. ખજૂર ભાઈ કહે છે કે મારા પર જવાબદારીઓનો બોજ દિવસેને દિવસે વધુ આવી રહ્યો છે.