ભારે કરી! કોરોનાના નવા ટ્રેન્ડ થી બચવા હવે રસી ના 2 નહિ 3 ડોઝ લેવા પડશે… જાણો વિસ્તારથી

ભારતમાં વર્ષ 2020માં કોરોના ની પહેલી લહેર એટલી ઘાતક સાબિત નથી થઇ જેટલી 2021 ના એપ્રિલ માં આવેલી બીજી લહેર. વૈજ્ઞાનિકોના મતે આનું કારણ નવો mutant કોરોના છે. અને જો એક વખત કોરોના એનું રૂપ બદલ્યું છે તો હવે નજીકના ભવિષ્યમાં તે ફરીથી પોતાનું નવું રૂપ બદલીને આનાથી વધુ ખતરનાક છે અથવા ઓછો ખતરનાક બનીને આવી શકે છે.

તાજેતરમાં જ અમેરિકી વેક્સિન બનાવતી કંપની મોડનાના સીઇઓ એ કહ્યું હતું કે કોરોનાના નવા સ્વરૂપ થી લડવા માટે બે ડોઝ લીધા બાદ તરીકે બૂસ્ટર ડોઝ તરીકે ત્રીજો ડોઝ આવશ્યક છે, જો આમ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આવનારા લહેરો સામે બચવું મૂશ્કેલ થઇ પડશે.

તેમનું માનવું છે કે વેક્સિનથી મળેલી રોગપ્રતીકારકતા થોડા સમય માટે અસરકારક હોય છે પરંતુ ધીમેધીમે તેની અસરકારકતા ઘટી જાય છે, તેથી હવે ત્રીજી લહેર સામે લડવા માટે વધુ એક ડોઝ આવશ્યક છે.

તેથી તેમણે કહ્યું છે કે ઉનાળાના અંત સુધીમાં દરેક વ્યક્તિને ત્રીજો જ આપી દેવો જોઈએ જેથી ત્રીજી લહેર આવે તો તેની સામે લડી શકીએ. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે frontline વર્કસ જેમ કે ડોક્ટર અને નર્સ સહિતના મેડિકલ સ્ટાફને તો ત્રીજો ડોઝ આપી દેવો જોઈએ જેથી તેઓ સુરક્ષિત રહે.

તેમણે કહ્યું હતું કે નબળા લોકોને આ ત્રીજો ડોઝ ન આપવો જોઈએ પરંતુ તમામ વયસ્ક અને કિશોરોને ત્રીજો ડોઝ આપી દેવો જોઈએ. જો બે થી ત્રણ મહિનાની અંદર આવું નહીં કરવામાં આવે તો કોરોનાની આવનારી લહેરોથી બચવું મૂશ્કેલ થઇ પડશે અને ફરી વખત હાલાકી થશે હોસ્પિટલના બેડો પણ ભરાઈ જશે અને કોરોનાથી સંક્રમિત અને મૃત્યુ પામેલા લોકો નો દર વધતો જશે.

રાજ્યમાં આજે કોરોનાના નવા 3794 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 53 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,52,470 થઇ છે અને મૃત્યુઆંક 9576 થયો છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer