આજકાલ વધતા તણાવ અને જે-તે ખાવાની ખોટી આદતોને કારણે વાળ અકાળે સફેદ થઈ જતા દરેક અન્ય વ્યક્તિ માટે સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા અને સફેદ વાળ કાળા કરવા માટે, લોકો તેમના વાળમાં કેમિકલ હેર કલરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.
જો કે, આ રીત વાળના મૂળ નબળા થવા સાથે તે સંવેદી ત્વચાને પણ નુકસાન પહોંચાડે છે. જો તમે પણ સફેદ વાળ સંબંધિત કોઈ સમાન સમસ્યાથી પરેશાન છો, તો પછી આ શાકભાજીની છાલની આ આશ્ચર્યજનક રીતથી ધોળા વાળને કાળા કરી શકો છો.
પહેલા 30ની ઉંમર પાર કર્યા પછી વાળ સફેદ થવાની સમસ્યાઓ લોકોમાં વધતી હતી પરંતુ આજના આ ફાસ્ટ યુગમાં નાનપણથી જ વાળ ધોળા થવાની સમસ્યા થવા લાગે છે. જો કે આજકાલ વાળ કાળા કરવા માટે અનેક લોકો નવી-નવી ટ્રિટમેન્ટનો સહારો લેતા હોય છે.
જો તમે પણ વાળને કાળા કરવા માટે અનેક કેમિકલવાળી પ્રોડક્ટસનો ઉપયોગ કરો છો તો તમારે તેનાથી ચેતી જવુ જોઇએ કારણે બહારની કેમિકલવાળી પ્રોડક્ટસથી તમારા સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. એક અહેવાલ અનુસાર જો તમે માથાના વાળને કાળા કરવા માટે આવી પ્રોડકટ્સનો ઉપયોગ કરો છો તેનાથી કેન્સર થવાનુ રિસ્ક વધી જાય છે.
તો આજે અમે તમને જણાવીશું કે, નેચરલી રીતે વાળને કેવી રીતે કાળા કરી શકાય.. બટાકાની છાલમાં સ્ટાર્ચનુ પ્રમાણ સારુ એવુ હોય છે. જો તમે બટાકાની છાલનો રેગ્યુલરલી ઉપયોગ કરો છો તમારા વ્હાઇટ હેર બ્લેક ખૂબ જ ઝડપથી થાય છે.
આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ બટાકાની છાલને 10 મિનિટ સુધી પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડી કરીને તેનાથી વાળમાં 10-15 સુધી મસાજ કરો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં ત્રણવાર કરવાની રહેશે. એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે બટાકાની છાલથી વાળમાં મસાજ કરી લો પછી એક કલાક બાદ હેર વોશ કરી લેવા. કન્ડિશનર કરવુ નહિં.
દેશી ઘી વાળને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એક વાટકીમાં જરૂરિયાત મુજબ દેશી ઘી લઇને રોજ રાત્રે સુતા પહેલા તેનાથી 15 મિનિટ સુધી માલિશ કરો. આ માલિશ તમારે અઠવાડિયામાં ત્રણવાર કરવાની રહેશે. આમ, જો તમે આ પ્રયોગ રેગ્યુલરલી કરશો તો તમારા વાળ જલદી કાળા થશે અને તમારે બહારની કોઇ પ્રોડકટ્સ વાપરવાની જરૂર પણ નહિં પડે.
સફેદ વાળની સમસ્યામાંથી છૂટકારો મેળવવા કોફી ખૂબ જ ફાયદાકારક છે. આ માટે સૌ પ્રથમ જરૂર મુજબ પાણી લઇને 2-3 ટેબલ સ્પૂન કોફી એડ કરો અને તેને ધીમી આંચ પર ઉકળવા દો. આમ, જ્યારે આ મિશ્રણ થોડુ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને તેને ઠંડુ પડવા દો. ધ્યાન રહે કે, ઠંડુ કરવા માટે ફ્રિજનો ઉપયોગ નથી કરવાનો. પછી આ ઘટ્ટ થયેલા કોફીના પાણીથી વાળમાં મસાજ કરો અને 45 મિનિટ પછી હેર વોશ કરી લો.
આમળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે જે વાળને કાળા કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ જરૂર મુજબ નારિયેળ તેલ લો અને તેમાં આમળાનો પાવડર મિક્સ કરીને તેને ગરમ કરી લો.
ત્યારબાદ આ તેલ થોડુ ઠંડુ પડે એટલે 25થી 30 મિનિટ સુધી વાળમાં મસાજ કરો અને 24 કલાક પછી હેર વોશ કરી લો. આ પ્રોસેસ તમારે અઠવાડિયામાં ત્રણવાર કરવાની રહેશે. આમ, જો રેગ્યુલરલી આ તેલથી મસાજ કરશો તો તમારા ધોળા વાળ કાળા તો થશે પણ સાથે-સાથે તમારા વાળ લાંબા અને સિલ્કી પણ થશે.