ખેડૂતો માટે રાહતના સમાચાર; વાવાઝોડા માં નુકશાન થયું હશે એને મળશે આટલા રૂપિયા ની સહાય

ખેતીમાં ઉનાળુ અને બગાયતી પાકોનું નિકંદન નીકળી ગયું છે. રાસાયણિક ખાતરના ભાવમાં થોડા સમય પહેલા જ અધધ 58% વધારો થયો હતોસુરત એપીએમસી માર્કેટમાં અંદાજિત 8 હજાર ટન કેરી વેચાવા માટે આવી પહોંચી હતી.

જિલ્લામાં રૂ. 1100થી 1400ના ભાવે વેચાતી કેસર કેરી બુધવારે 100 રૂપિયે મણ વેચાઈ હતી. નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે 34 હજાર હેકટરમાં કેરીનો પાક તૈયાર થયો હતો.

જેમાં 40 ટકા કેરી અગાઉ ઉતારી લેવાઈ હતી. બાકી રહેલી 60 ટકા કેરીમાંથી 40 ટકા કેરી વાવાઝોડાને પગલે ખરી પડી હતી. વાવાઝોડા પહેલા કેસર અને હાફુસનો ભાવ રૂ. 1500 થી 2000 મણ હતો. જે બુધવારે 200 થી 800 રૂપિયે મણ વેચાઈ હતી.

આ વાવાઝોડાની અસર જોઈને મુખ્યમંત્રીએ વાવાઝોડા રાહત ફંડમાંથી ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું છે. જેના અંતર્ગત જે બાગાયતી પાકો નાશ પામ્યા છે તેના એક હેક્ટર મહત્તમ એક લાખ રૂપિયાની સહાય બે હેક્ટર ની મર્યાદામાં મળી શકશે.

જ્યારે જે ખેડૂતોને બાગાયતી પાકો સંપૂર્ણ પણે ખરી ગયા છે અથવા તો ૩૩ ટકાથી વધુ નુકસાન થયું છે તે એક્ટર દિઠ ૩૦ હજારની સહાય મળશે અને તે પણ બે હેક્ટર ની મર્યાદામાં.

આ ઉપરાંત ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી , જુવાર વગેરેમાં ૩૩ ટકાથી વધુ નુકસાન જ હશે તો વીસ હજાર રૂપિયા આપવામાં આવશે. જોકે આનાથી કેન્દ્ર સરકાર ઉપર ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ વધવાની સંભાવના છે.

ઉનાળુ કૃષિ પાકો તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં 33 ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકસાન સહાય પેટે હેક્ટર દીઠ રૂ. 20,000ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં રાજ્ય સરકાર આપશે.આવતા અઠવાડિયામાં ખાતા માં આ રકમ જમા થવા માંડશે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે આંબા, નારિયેળી, ચીકુ અને લીંબુ જેવા વર્ષ દરમિયાન વર્ષે ઉત્પાદન આપતા ફળોના પાકમાં રાજ્ય સરકાર પહેલીવાર હેક્ટર દીઠ મહત્તમ એક લાખની મર્યાદામાં સહાય આપશે.પરંતુ બાગાયત બાકરોલ ખેતી ખર્ચ ઘણો ઊંચો હોવાથી ખેડૂતોને ઘણી આર્થિક તંગી ભોગવવી પડશે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer