તમે બધા આ વાત થી વાકેફ છો કે કુંભ મેળો આસ્થા નો તહેવાર છે અને શ્રદ્ધાળુ પવિત્ર ગંગા માં ડૂબકી લગાવી એમના પાપો અને જન્મ મરણ ના ચક્ર થી મુક્તિ મેળવે છે.જો વાત કરીએ હિંદુ પોરાણિક કથાઓ ની તો એના અનુસાર પૃથ્વી પર કેવળ કુંભ મેળો એક જ એવી જગ્યા છે જ્યાં તમે તમારા પાપો થી મુક્ત થઇ શકો છો અને મૃત્યુ ના ચક્ર થી મુક્તિ મેળવી શકો છો. એવું માનવામાં આવે છે કે કુંભ ના દિવસો માં પવિત્ર ગંગા ના પાણી માં ડૂબકી લગાવવાથી મનુષ્ય અને એના પૂર્વજ દોષમુક્ત થઇ જાય છે.
એમાં સ્નાન કર્યા બાદ બધા નવા કપડા પહેરે છે અને સાધુઓ નું પ્રવચન સાંભળે છે. તમને બધા ને જણાવી દઈએ કે બે મોટા કુંડ મેળા ની વચ્ચે એક અડધો કુંભ મેળો પણ લાગે છે અને આ વખતે પ્રયાગરાજ માં કુંભ મેળો જો કે અર્ધકુંભ જ છે.સંગમ તટ પર જ ઋષિ ભારદ્વાજ નો આશ્રમ છે, જ્યાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને સીતા ની સાથે વનવાસ ના સમયે આવીને રોકાઈ ગયા હતા એની સાથે જુના સમય માં શંકરાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભ પણ કુંભ દર્શન માટે ગયા હતા.એની સાથે આપણે બધા આ વાત થી વાકેફ છીએ કે કુંભ ના મેળા માં આવવા વાળા નાગા સાધુ સૌના આકર્ષણ નું કેન્દ્ર હોય છે.
આથી મહાકુંભ,અર્ધકુંભ અથવા તો સિંહસ્થ કુંભ પછી નાગા સાધુઓ ને જોવા ખુબ મુશ્કિલ થઇ જાય છે, કહેવાય છે કે નાગા સાધુ બનવા માટે ૧૦ થી ૧૫ સુધી કઠીન તપ અને બ્રહ્મચર્ય નું પાલન કરવું પડે છે અને એમના ગુરુ નો વિશ્વાસ અપાવો પડે છે કે સાધુ બનવા ને લાયક છે એ દરમિયાન કોઈ પણ નો મોહ રાખવાનો આવતો નહિ.