કુંડળી ભાગ્ય’ એ 4 વર્ષ અને 1000 એપિસોડ પૂરા કર્યા; શ્રદ્ધા આર્ય, ધીરજ ધૂપરે કઈક આવી સ્ટાઇલમાં કરી ઉજવણી

એકતા કપૂરની સુપરહિટ શો સિરિયલ ‘કુંડળી ભાગ્ય’ છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં છે. તાજેતરમાં સીરિયલ ‘કુંડળી ભાગ્ય’ ને તેના 4 વર્ષ પૂરા થયા છે. આ સાથે સિરિયલ ‘કુંડળી ભાગ્ય’ પણ તેના 1000 એપિસોડ પૂર્ણ કરી ચૂકી છે. ચાર વર્ષ પૂરા થતાંની સાથે જ નિર્માતાઓએ સિરિયલ ‘કુંડળી ભાગ્ય’ ની વાર્તામાં ટ્વિસ્ટ અને ટર્ન ઉમેરવાનું શરૂ કર્યું છે.

નિર્માતાઓ સીરિયલ ‘કુંડળી ભાગ્ય’ ની વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માગે છે. સિરિયલ ‘કુંડળી ભાગ્ય’ માં ઘણા નવા ચહેરાઓ ટૂંક સમયમાં જોવા મળશે. તે જ સમયે, શોના આગામી એપિસોડ્સમાં ઘણા પાત્રોની સફર સમાપ્ત થવા જઈ રહી છે.

કુંડળી ભાગ્ય’ને 4 વર્ષ પૂરા કરવા વિશે વાત કરતાં, શ્રદ્ધા આર્યએ જણાવ્યું હતું કે,’ 4 વર્ષ પૂરા થવાની તે એક જબરજસ્ત લાગણી છે અને 1000 એપિસોડના માઇલ સ્ટોન પર પણ પહોંચ્યા છે. પાછા જ્યારે અમે શો માટે શૂટિંગ શરૂ કર્યું હતું, ત્યારે અમે જાણતા હતા કે તે સફળ થવાનો છે પરંતુ 1000 એપિસોડ્સ પાર કરવા એ આપણા માટે એક મોટું સપના જેવું હતું. અમારી મુસાફરી દરમ્યાન અત્યંત સહાયક બનવા માટે આખી ટીમનો આભાર માનું છું.

સીરિયલ કુંડળી ભાગ્ય એ ઝી ટીવીનો લોકપ્રિય શો છે, જેનું શૂટિંગ હવે લોકડાઉન પછી શરૂ થઈ ગયું છે. હવે આ સિરિયલના નવા એપિસોડ પણ દર્શકોમાં ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. સીરિયલ કુંડળી ભાગ્ય 2017 માં આવી હતી અને તે કુમકુમ ભાગ્ય પછી શરૂ કરવામાં આવી હતી. અભિ અને પ્રજ્ઞાની લવ સ્ટોરી કુમકુમ ભાગ્ય બાદ શોના પ્રેક્ષકો ને પણ પસંદ આવી રહિ છે. શોની ટીઆરપી રેટિંગ હંમેશા ટોપ 10 માં હોય છે. તેની સ્ટોરી પ્રીતા અને તેની બહેન સૃષ્ટિની આસપાસ ફરે છે.

આ શોની સ્ટોરી બે બહેનો (પ્રીતા અને સૃષ્ટિ) ની છે. જે બાળપણમાં તેની માતાથી અલગ થઈ હતી અને લાંબા સમય પછી તેની સાથે મળી હતી. સમૃદ્ધ પંજાબી પરિવાર લુથ્રા સાથેના તેના સંબંધો પણ આ સિરિયલમાં બતાવવામાં આવ્યા છે.

લુથ્રા પરિવારનો મોટો પુત્ર રૂષભ લુથ્રા સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપની ચલાવે છે. જ્યારે તેનો નાનો ભાઈ કરણ લુથરા છે.તે દયાળુ વ્યક્તિ છે. જો કે, તે એક પ્રખ્યાત ક્રિકેટર પણ છે. સીરીયલ ની સ્ટોરી આ બને પરિવાર વચ્ચે ચાલે છે .

Leave a reply:

Your email address will not be published.

Site Footer