લગ્નમાં મહારાણીની જેમ લાગી રહી હતી ધર્મેન્દ્ર અને હેમાની દીકરી ઇશા દેઓલ, હીરા માણેક થી હતી સજ્જ

બોલિવૂડની અભિનેત્રી અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર તેમજ મશહૂર અભિનેત્રી હેમા માલિનીની મોટી દીકરી ઈશા દેઓલ ના લગન હિન્દી સિનેમા ના શાનદાર લગ્નમાં આ એક હતા. ઈશાના લગ્નને આઠ વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે. તેમણે 29 જૂન ૨૦૧૨ માં ઈશા દેઓલ એ લાંબા રિલેશન બાદ બિઝનેસ મેન ભરત તખતાની સાથે લગ્ન કર્યા હતા.

ઈશા દેઓલ અને ભરત તખ્તાની ના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા નો વિષય બની હતી. ઈશા ના લગ્ન નો લુક ફેન્સે ઘણો પસંદ કર્યો હતો. એટલું જ નહીં દિગ્ગજ અદાકાર હેમા માલીના લુક ને પણ દીકરીના લગ્ન દરમિયાન તારીફો મળી હતી. ઘણા વર્ષો પછી એકવાર ફરીથી મા-દીકરીના લગ્નના લુક પર નજર નાંખીએ.

તમને જણાવી દઈએ કે ધર્મેન્દ્રએ બીજા લગ્ન હેમા માલિની સાથે ૧૯૮૦માં કર્યા હતા. હેમા માલીની અને ધર્મેન્દ્ર ની બે દીકરીઓ ઈશા અને અહાના છે. મોટી દીકરી ઈશા અને નાની દીકરી અહાના. ઈશા નો જન્મ 1981 માં મુંબઈમાં થયો હતો. ઈશા પોતાના માતા-પિતા બન્ને ની ખૂબ નજીક છે. ઈશા ના લગ્ન ખૂબ જ ધૂમધામ સાથે સંપૂર્ણ થયા હતા.

વર્ષ 2012માં ભરત તખતાની સાથે સાત ફેરા લેવાવાળી ઈશા પોતાના લગ્નની દરમિયાન ખૂબ સુંદર નજર આવી રહી હતી. આજે એકવાર ફરીથી અમે તમને અભિનેત્રીની લગ્નની કેટલીક શાનદાર તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. જેને જોઈને તમે અંદાજો લગાવી શકશો કે લગ્ન કેટલા ભવ્ય રીતે પૂર્ણ થયા હતા.

લગ્ન દરમિયાન એશા દેઓલ પંજાબી અને તમિલ મેચ લુકમાં જોવા મળી હતી. તેમ જ તેમના પતિ બિઝનેસમેન ભરત પણ જોવાલાયક હતા. બંને નાલગ્ન મુંબઈમાં ધૂમધામથી થયા હતા. ઈશા અને ભરત એ રાધા રાસબિહારી મંદિરમાં સાત ફેરા લીધા હતા. લગ્નમાં લાલ કપડામાં ઈશા દેઓલ ખૂબ જ સુંદર નજર આવી રહી હતી.

તેમના ચહેરાની મુસ્કાન આ વાતને જણાવી પણ રહી હતી. જાણકારી મુજબ ત્રણ લાખ રૂપિયાના લાલ જોડા ને સાઉથ ઇન્ડિયા બેજ ની સાથે પંજાબી ટચ આપવામાં આવ્યો હતો. દીકરીના લગ્નમાં હેમા માલીની પણ ખુબ સુંદર લાગી રહી હતી. ધર્મેન્દ્ર પણ મોટી દીકરી ના લગ્ન દરમિયાન ખૂબ ખુશ લાગી રહ્યા હતા. લાલ જોડા માં ઈશા લગ્ન દરમિયાન ઘરેણાઓ થી સજ્જ નજર આવી રહી હતી.

લગ્નમાં સોનાના ભારે હાર અને કમરબંધ તેમણે પહેર્યો હતો.  તમને જણાવી દઈએ કે ઈશા દેઓલ અને ભરતના લગ્ન માટે ખાસ રીતે તમિલનાડુ માંથી પંડિત બોલાવવામાં આવેલા હતા. મુંબઈના રાસબિહારી મંદિરમાં તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે જ્યારે પણ બોલિવૂડમાં પરફેક્ટ બ્રાઇડલ લુક ની વાત કરવામાં આવે તો એશા દેઓલ નું નામ પણ તેમાં જરૂરથી શામેલ હોય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer