સામાન્ય રીતે આખા દેશમાં ગણેશજીના ઘણા બધા મંદિરો છે, જ્યાં તેમના અલગ અલગ રૂપોની પૂજા થાય છે. પરંતુ મુંબઈના લાલબાગચા રાજા ની વાત જ અલગ છે. આખા દેશમાં લાલબાગચા રાજાનો ગણેશ ઉત્સવ ખુબજ પ્રખ્યાત છે. અહિયાં સામાન્ય લોકોની સાથે સાથે બોલીવુડના મોટા મોટા સ્ટાર્સ પણ પોતાની મનોકામના પૂરી કરવા ત્યાં દર્શન કરવા આવે છે. અહી ગણેશ ઉત્સવ ખુબુજ ધામ ધૂમ થી ઉજવાય છે. આજે અમે તેણી સાથે સંકળાયેલી કેટલીક દિલચસ્પ વાતો જણાવીશું.
દર વર્ષે મુંબઈમાં ગણેશ ઉત્સવ ના પવિત્ર દિવસોમાં ખુબજ ચર્ચામાં રહે છે લાલબાગચા રાજા. લોક માન્યતા છે કે અહીના ગણેશજી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળની સ્થાપના વર્ષ ૧૯૩૪માં થઇ હતી. જે મુંબઈના લાલબાગ, પરેલ વિસ્તારમાં આવેલું છે.
આ ગણેશ મંડળ પોતાના ૧૦ દિવસીય સમાંરોહ દરમિયાન લાખો લોકોને પોતાના તરફ આકર્ષિત કરે છે. ફક્ત દર્શન મેળવવા માટે અહી લગભગ ૫ કિલો મીટર જેટલી લાંબી લાઈન થાય છે. લાલબાગના ગણપતિનું વિસર્જન ગીરગામની ચોપાટીમાં દસમાં દિવસે કરવામાં આવે છે.
આ મંડળની સ્થાપના વર્ષ ૧૯૩૪ માં લાલબાગ પરેલમાં થઇ હતી, અહી ધાર્મિક કર્તવ્યોની સાથે સાથે સ્વતંત્રતા સંગ્રામ અને સામાજિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવે છે. મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન દરેક લોકોની નજર ‘લાલબાગચા રાજા’ પર હોય છે. તેને ‘મન્નતોના ગણેશ’ પણ કહેવામાં આવે છે.