લસણની ચા ના ગજબના ફાયદાઓ સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે

લસણ માત્ર ભોજનમાં સ્વાદ વધારે છે એવું નથી પરંતુ લસણ એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે પરંતુ તે લોકો નથી જાણતા કે લસણ પ્રકુતિની એક એવી ભેટ સમાન છે જેના લાભ બીજે ક્યાંય ન મળે. લસણથી થનારા લાભ અને તેના આયુર્વેદિક ગુણો સદીઓ જુના છે. સંશોધન મુજબ 5000 વર્ષ પહેલાં પણ લસણનો ઉપયોગ ઉપચાર માટે કરવામાં આવતો હતો. લસણ અનેક રોગોમાં વરદાન સમાન સાબિત થાય છે. જેથી આજે અમે તમને લસણના એવા જ અદભુત ગુણો અને ફાયદા વિશે જણાવીશું જે કદાચ તમે પહેલાં જાણ્યા નહીં હોય.

આપણે દરેક આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી માટે અનેક ઉપાયો કરતા હોઈએ છીએ. ખાસ કરી ખાવા પીવામાં ખુબ જ કાળજી રાખતા હોઈએ છીએ. ચા પીને તંદુરસ્તી જળવાશે તેવી વાયકા વચ્ચે ચામાં આદુ, તુલસી સહિતના આરોગ્યવર્ધક પદાર્થો નાખવામાં આવે છે. પરંતુ નવા સંશોધન મુજબ જો ચામાં લસણ પણ નાખવામાં આવે તો વધુ ફાયદો થઈ શકે છે. આજે અમે તમને ચા માં લસણ નાખી પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું, જે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે.

આપને જણાવી દઈએ કે લસણમાં સ્વાસ્થ્યને તરોતાજા રાખતા અનેક ગુણધર્મો હોય છે. ગુજરાતમાં લગભગ દરેક રસોડામાં લસણનો ઉપયોગ તો હોય તેવું જોવા મળે છે. શાક સહિતની વાનગીમાં લસણ નાખવામાં આવે છે પરંતુ જો ચામાં પણ લસણ નાખવામાં આવે તો ફાયદો થાય છે. ખાલી પેટે લસણ ખાઈને એક ગલાસ પાણી પીવામાં આવે તો સ્વાસ્થ્ય ટનાટન રહે છે. લસણની ચા પીવાથી મેટાબોલીઝમ વધે છે અને પાંચન તંત્રને ફાયદો થાય છે.

લસણનો ઉપયોગ સ્વાદ વધારવા માટે થાય છે, પરંતુ તેના ગુણધર્મો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આજે અમે તમને લસણની ચાના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે જાણીએ કે લસણ માત્ર ખાવા માટે જ નહીં પણ પીવા માટે પણ ખૂબ ફાયદાકારક છે.

ઘણી વાર તમે દાળ અથવા શાકભાજીની સાથે લસણનો ઉપયોગ થતો જોયો હશે પરંતુ આજે અમે તમને તેની ચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે સ્વાદિષ્ટ હોવાથી ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે. તેથી, જો તમને લસણની ચા કેવી રીતે બનાવવી તે ખબર નથી તો અમે તમને તેની પદ્ધતિની સાથે ફાયદા જણાવીશું

આ સ્વાદિષ્ટ અને સ્વસ્થ ચા બનાવવા માટે, પ્રથમ પાણી ઉકાળો, ત્યારબાદ તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખો. ત્યારબાદ તેને ધીમી આંચ પર 15 મિનિટ સુધી ગરમ કરો. જ્યારે ચા રાંધવામાં આવે, તેને 10 મિનિટ માટે રાખો, ત્યારબાદ તેને ગાળી લો, ત્યારબાદ તેમાં લીંબુ અને મધ મિક્સ કરો. હવે તમારી ચા તૈયાર છે.

લસણની ચા હૃદય માટે ખૂબ જ સારી છે. આ પીવાથી હાર્ટ રોગો થતા નથી એટલું જ નહીં, જો તમને હાર્ટ ડિસીઝ હોય તો ચોક્કસપણે તેનું સેવન કરો. દરરોજ સવારે લસણની ચા પીવાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે. તેનું સેવન ફક્ત ખાલી પેટ પર જ કરવું જોઈએ. જો તમને શરદી અને ખાંસી થઈ છે તથા ખૂબ પીડા થઈ રહી છે, જે કોઈ પણ દવાથી મટતી નથી, તો તમારે લસણની ચા પીવી જોઈએ, તે ખૂબ જ આરામદાયક છે

આજના સમયમાં હદય રોગના દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. એવામાં ખુબજ મુશકેલી થાય છે. એટલા માટે રોજ સવારે ખાલી પેટે લસણની ચા પીવાથી હદય રોગની બીમારીથી બચી શકાય છે. મોટાપે ને ઓછું કરવા માટે ખુબજ ફાયદા કારક છે લસણનીઆ ચા. રોજ સવારે ખાલી પેટે  ઓછામાં ઓછો એક કપ લસણની ચા પીવી જરૂરી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer