નિયમિત લસણનું સેવન કરતા પહેલા જાણી લો લસણની આડઅસરો, થઇ શકે છે જોખમી સાબિત 

લસણ એક આયુર્વેદિક દવા છે. આયુર્વેદ દ્વારા કહેવામા આવ્યું છે કે લસણનું સેવન કોઈને કોઈ રીતે જરૂર કરવું જોઈએ. જો સવારે ખાલી પેટ લસણની 2 કળીઓનું સેવન કરવામાં આવે તો ઘણી જીવલેણ બીમારીઓથી બચી શકાય છે.લસણના એક ગઠ્ઠામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન સી, વિટામિન બી જોવા મળે છે. તે એન્ટી બાયોટીકનું કામ કરે છે.

હાઈ બ્લડ પ્રેશર, હદય ને લગતા રોગો તેના ઉપયોગથી નિયંત્રિત કરી શકાય છે. એક તરફ  લસણ ના સારા ફાયદાઓ છે તો બીજી તરફ  ખરાબ ફાયદાઓ. અમુક વાર લસણ આપણાં માટે ખુબજ જોખમી સાબિત થાય છે તો ચાલો જાણીએ તેનાથી થતી સાઇડઇફફેક્ટ વિષે.જે નીચે મુજબ જણાવવા માં આવી છે.

એક અધ્યયન મુજબ માથાનો દુખાવો ધરાવતા લોકોએ લસણ ન ખાવું જોઈએ. લસણ ન્યુરોપેપ્ટાઇડ્સ નામ નો પદાર્થ હોય છે, જે માથાનો દુખાવો વધારે છે.જો કોઈપણ ઓપરેશન કે સર્જરી કરાવવાની હોય તો લસણનું સેવન કરવું જોઈએ નહીં. કારણકે આના કારણે સર્જરી દરમિયાન વધુ બ્લીડિંગ નો ખતરો રહે છે.લસણમાં હાજર ઉત્સેચકો ત્વચા માટે હાનિકારક હોઈ શકે છે.

જ્યારે તમે વધુ લસણ ખાવ છો, ત્યારે તમને ત્વચામાં બળતરા, ફોલ્લીઓ, ખંજવાળ, બળતરા વગેરે થઈ શકે છે. ચહેરા પર પણ લસણની પેસ્ટ લગાવવાનું ટાળો. વધુ પડતા લસણ ખાવાથી  પેટનું ફૂલવું અને  ગેસ પણ થઈ શકે છે. આ ઉપરાંત, લસણમાં હાજર ઘટકો લોહીને પાતળું કરે છે. ગર્ભાવસ્થામાં મહિલાઓએ વધુ લસણ ન ખાવું જોઈએ. તેને ખાવાથી શરીરમાંથી દુર્ગંધ આવે છે તેમજ મો માથી પણ  દુર્ગંધ આવે છે.

આ સિવાય જો એનિમિયાની પ્રોબ્લેમ હોય તો ભૂલથી પણ લસણનું સેવન કરવું જોઇએ નહીં. વધુ માત્રામાં લસણ ખાવાથી હિમોલાઈટીક એનિમિયાની ખામી થઈ જાય છે. જે આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.એક સંશોધન મુજબ વધુ લસણ ખાવાથી છાતીમાં બળતરા અને ઉલ્ટી  થઈ શકે છે.

જો તમને કોઈ પણ પ્રકારનો ચેપ લાગે છે, યોનિમાં ખંજવાળ આવે છે, તો લસણ ન લો. લસણથી યોનિમાર્ગના ચેપમાં વધારો થઈ શકે છે, અને આવું થવું એ  તમારા માટે ખુબજ ગંભીર વાત ગણાય છે.કાચા લસણમાં એન્ટીઓકિસડન્ટ ક્ષમતા હોય છે, તેમ છતાં, તેના વધારે સેવનથી યોનિ માં ઝેરી અસર થઈ શકે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer