લુંટેરી દુલ્હન: યુવકને ફસાવી ત્રણ લાખ રૂપિયા લઈને એક અઠવાડિયામાં જ દુલ્હન થઇ ગઈ ફરાર, પહેલા પણ ઘણાને ફસાવી ચુકી છે….

રાજ્યમાં કુંવારા યુવકને ફસાવીને પલાયન થતી લૂંટેરી દુલ્હન ગેંગ ફરી સક્રિય થઈ છે. અનેક એવા યુવકો છે, જેમને પોતાની જીવનસાથી શોધવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેવા સમયમાં માસૂમ લોકોને ફસાવવા માટે આખી ગેંગ સક્રિય હોય છે.

જેમાં કન્યા, તેનાં પરિવારજનો, ઘર અને કાગળિયા ઉપજવેલા હોય છે. જ્યારે લગ્ન થાય ત્યાર બાદ યુવતી એક સપ્તાહમાં હાથફેરો કરીને બધું સાફ કરીને જતી રહે છે. આવા જ એક યુવકને ફસાવીને તેના ત્રણ લાખ જેટલા રૂપિયા લઈને એક અઠવાડિયામાં દુલ્હન, તેના સગા ફરાર થઈ ગયાં છે.

એટલું જ નહીં, યુવતીએ પહેલાં પણ લગ્ન કર્યાં હતાં અને યુવકને નૈવેદ્ય કરવાનું કહીને ગઈ અને ત્યાર બાદબીજા લગ્ન પણ કરી લીધા હતા. આ ઘટના ગાંધીનગર જિલ્લાના માણસા પાસે રહેતા 38 વર્ષના અલ્પેશભાઈ સોની પોતે સોનીની દુકાનમાં કામ કરીને ગુજરાન ચલાવે છે.

માતાના મોત બાદ અલ્પેશભાઈ તેમના પિતા સાથે ઘરે એકલા જ રહેતા હતાં. અલ્પેશ ભાઈ પોતાના માટે યોગ્ય પાત્ર ગોતતા હતા, એવા સમયે તેમના પિતાના પરિચયથી એક મહિલાનો નંબર મળ્યો, જેને સોનલ નામની યુવતીની વાત કરી હતી.

સોનલને જોવા માટે અલ્પેશભાઈ તેમજ પરિવાર અમદાવાદ ગયા હતા. ત્યાર બાદ સોનલ અને પરિવારને ઘર જોવા માટે ગાંધીનગર પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાર બાદ લગ્ન નક્કી પણ થઈ ગયા અને અમદાવાદ ગોમતીપુર નજીક વકીલની ઓફિસ પાસે લગ્ન કરાવ્યા હતા.

લગ્ન સમયે સોનલના કહેવાતાં સગાંએ અલ્પેશભાઈ પાસે 3 લાખ રૂપિયા લઈ લીધા હતા. એ રૂપિયા થોડા થોડા કરીને અલ્પેશભાઈએ મહેનતથી ભેગા કર્યા હતા. અલ્પેશભાઈ અને સોનલના લગ્ન થયા બાદ તેઓ માણસા રહેવા ચાલ્યા ગયા હતા,

જ્યાં એક સપ્તાહ બાદ સોનલની માસી તેને નૈવેદ્ય કરવાના બહાને લેવા આવી હતી અને પોતાની સાથે લઈ ગઈ હતી. જ્યાર બાદ થી તેનો કોઈ પતો નથી. હવે લૂંટરી દુલ્હનનો પર્દાફાશ થયો, પણ હજી કોઈ આરોપી મળી આવ્યા નથી. હાલ આ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer