એક અનોખું મંદિર જ્યાં બજરંગબલી ખુદ કરે છે નૃત્ય, જાણો કેવી રીતે થાય છે આ ચમત્કાર

આપણા દેશને વિવિધતામાં એકતા વાળો દેશ કહેવામાં આવે છે અને બધાજ ધર્મોના લોકો આપણા દેશમાં જોવા મળે છે. અને એ કારણથી જ આપણા દેશમાં ઘણા બધા મંદિર બનેલા છે, તમે ઘણા બધા મંદિરો જોયા હશે પરંતુ આજે અમે અવેક અનોખા મંદિર વિશે જણાવીશું.

જયારે પણ કોઈ હનુમાન મંદિરમાં જઈએ ત્યારે આપણે જોયુજ હશે કે મંદિર માં હનુમાનજી હાથમાં ગાળા લઈને જોવા મળે છે. પરંતુ આજે અમે જે મંદિર વિશે વાત કરી રહ્યા છીએ એ મંદિર વિશે જાણીને તમે ચોકી જશો. આજે અમે એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં હનુમાનજી હાથમાં ફૂલ લઈને જુમતા હોય છે. આ મૂર્તિને જોઇને એવું જ લાગે કે ભગવાનનો એક હાથ માથા પર છે અને બીજો હાથ કમર પર છે. કહેવાય છે કે આ હનુમાનજીની મૂર્તિ ને લંગોટ નથી પહેરવામાં આવતી, પરંતુ વસ્ત્ર પહેરવામાં આવે છે. અને આ પ્રકારના મંદિરમાં બહાર બે પહેરેદાર પણ બેસાડવામાં આવેલા છે.

આ અનોખા મંદિરને માધવ બેડીયા સરકાર મંદિર પણ કહેવામાં આવે છે. મંદિરના પુજારીએ જણાવ્યું હતું કે આ મંદિર ઘણા વર્ષો જુનું છે. જો કે આ મંદિરનું ક્યાય પણ લેખિત પુરાવો નથી કે એ કેટલા વર્ષ જુનું હશે. આ જગ્યાના નામથી જ આ મંદિરને ઓળખવામાં આવે છે. સાથે જ પુજારીએ એ પણ જણાવ્યું હતું કે મૂર્તિ ની ઉચાઇ ૫ ફૂટ છે. એટલું જ નહિ આ મૂર્તિને ધ્યાન થી જોતા એવું લાગે છે કે ભગવાન આપની સામે સ્માઈલ કરી રહ્યા હોય.

આ વિશેષ મંદિરમાં પાન અને મેવા જ પ્રસાદના રૂપમાં ચડાવામાં આવે છે. તે ઉપરાંત તેના પર બીજી કોઈ વસ્તુ પ્રસાદ રૂપે ચડાવામાં નથી આવતી. તેમજ આ મંદિરના ચમત્કારો જોઇને લોકો ની ભીડ અહી બની રહે છે. તેમજ આ મંદિરની આ હનુમાનજીની ચમત્કારી મૂર્તિ જોઈ લોકો ખુશ થઇ જાય છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer