જો મહાભારતની આટલી વાતો ઉતારી લેશો જીવનમાં તો ક્યારેય પણ કોઈ વ્યક્તિ તમને હરાવી નહિ શકે

મહાભારત એ આપનો એવો ગ્રંથ છે જે ખુબજ પવિત્ર અને શુભ માનવામાં આવે છે અને એમાં ઘણી બધી એવી બાબતો દર્શાવેલ છે જે આપણા જીવન માં ઉતારી લઈએ તો આપણે ક્યારેય પણ નિરાશા પ્રાપ્ત નહિ થાય.

મહાભારત ના ગ્રંથ ની અંદર અમુક એવી બાબતો નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો તમે એ સમજી જશો તો તમને કોઈ દિવસ કોઈ વ્યક્તિ હરાવી શકશે નહિ. કોઈ પણ નિર્ણય લેવા પહેલા : મહાભારત ની અંદર એ જોવા મળ્યું છે કે તેના મખ્ય પાત્રો બીજાની વાતો ને કારણે

પોતાના નિર્ણયો લેતા અને બદલતા જોવા મળ્યા છે. જેના ઉપરથી એક ખુબજ સરસ બાબત શીખવા જેવી છે કે આપણે પોતે પોતાના નિર્ણયો લેવા સક્ષમ ના હોઈએ તો બીજા વ્યક્તિ ના અભિપ્રાય ની રાહ જોવી પડે છે.

માટેજ આપણા જીવનની દરેક ઘટનાઓ ના સ્વતંત્ર નિર્ણય લઇ શકીશું નહિ. પોતાના પર કરો વિશ્વાસ : મહાભારત માંથી એક ઉપદેશ આપણે મળે છે કે પોતાનાપર વિશ્વાસ હોવો ખુબજ જરૂરી છે.

જો આપણે આપણી ક્ષમતા અને નિર્ણયો અને પોતાની યોગ્યતા ઉપર વિશ્વાસ નહી કરો તો જીવનમાં સફળ નહિ થઇ શકો સંઘર્ષ : મહાભારત ની અંદર એક બહુજ મોટો ઉપદેશ આપ્યો છે જીવન ની અંદર સતત સંઘર્ષ વિશે.

મહાભારત ની શરૂઆત થી અંત સુધી જીવન ના સંઘર્ષ ને બતાવામાં આવ્યો છે. તેની અંદર અંબિકા અને અંબાલિકા ના સંઘર્ષ ની વાત હોય કે ગંગા ને પામવા માટે શાંતુ નો સંઘર્ષ કે પછી એ બંને માટે ભીષ્મપિતા નો સંઘર્ષ.

મહાભારત માં કહ્યું છે કે જીવનમાં ગમે ત્યારે કોઈપણ પરિસ્થિતિમાં સંઘર્ષ થી હારી જવું એ સારી બાબત નથી. ભય દુર કરો : જે વ્યક્તિ ની અંદર ભય હોય તે પોતે ક્યાય ટકી શકશે નહિ ભય તેને હંમેશા  વિનાશ અને અંત તરફ દોરી જાય છે.

એવું જોવા મળ્યું છે કે ભય ને કારણે આપને એવા કામો કરીએ છીએ જે કર્યા પછી આપને પછતાવો થાય છે. મહાભારત ની અંદર ભય ના પરિણામો વિષે ઘણો બધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ધૃતરાષ્ટ્ર ને રાજ ગાદી જવાનો ભય, દુર્યોધન ને પાંડવો થી હારી જવાનો ભય, કર્ણ ને પોતાના વિરુદ્ધ યુદ્ધ કરવાનો ભય. આ દરેક પાત્ર ના નિર્ણયો માં પ્રભાવિત કરતુ દર્શાવ્યું છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer