પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા દરેક લોકોની મનોકામના હોય છે. એવામાં જે કોઈ પણ લોકો પુરા મનોભાવથી ભગવાન શિવની આરાધના કરે છે તેની દરેક પ્રકારની મનોકામના પૂરી થાય છે, અ શ્રાવણ માસ માં શિવજીને પ્રસન્ન કરવા માટે સૌથી વધારે જરૂરી વસ્તુ છે શિવજીનો જપ કરવો અને એ પણ એમના ચમત્કારી દિવ્ય મંત્ર જેને આપણે મહામૃત્યુંજય મંત્ર કહીએ છીએ. તો ચાલો જાણીએ મહામૃત્યુંજય મંત્ર નો જપ કરતા સમયે આપણે કઈ કઈ પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
૧. સૌથી પહેલી જરૂરી વાત એ છે એક જયારે પણ તમે મહામૃત્યુંજય મંત્ર ન જપ કરો છો તો એક વાતનું હંમેશા ધ્યાન રાખવું કે આ મંત્ર ના જાપ નું સાચું ઉચ્ચારણ અને એકદમ શુધ્ધતા ની સાથે કરવું.
૨. જયારે પણ જપ કરવા બેસો ત્યારે એ સમયે કોઈ પણ આસન પર બેસી શકાય છે જપ કરતી વખતે હંમેશા આસન પર પૂર્વ દિશા તરફ જ મુખ રાખવું નહીતર લાભ નહિ થાય.
૩. મંત્ર નો જપ કરવાનો સમય અને સંખ્યા નિશ્ચિત રાખવી અને પછી સમય જતા તેની સંખ્યા ધીમે ધીમે વધારવી. આવું કરવાથી લાભ થાય છે.
૪. જયારે પણ તમે મંત્ર નો જપ કરવા માટે બેસો ત્યારે તમારું પૂરું ધ્યાન મંત્ર તેફ જ હોવું જોઈએ જો ધ્યાન ભટકવા લાગશે તો તમે મંત્ર ને સિદ્ધ નહિ કરી શકો.
૫. જેટલા દિવસ જપ કરો એટલા દિવસ નશીલા કે માંસાહારી પદાર્થોનું સેવન કરવાથી દુર રહેવુ જોઈએ.
૫. આ મંત્ર નો જપ કરવા માટે તમારે સંખ્યા, જગ્યા ને નક્કી કરી લેવી જોઈએ અને જ્યાં સુધી જપ પુરા ના થઇ જાય ત્યાં સુધી એ જગ્યા છોડવી ના જોઈએ. અને જગ્યા બદલવી પણ નહિ.
૬. જપ કરવા માટે માળા હંમેશા રુદ્રાક્ષ ની જ લેવી જોઈએ અને જયારે પણ મંત્ર નો જપ કરવા માટે બેસો ત્યારે ધૂપ જરૂર કરવી આવું કરવાથી તમારા જપ જલ્દી પુરા થશે અને કોઈ બાધા પણ નહિ આવે.
૭. તો હવે તમે આસાનીથી સમજી ગયા હશો કે મહામૃત્યુંન્જય મંત્ર નો જપ કરવા દરમિયાન આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.