ચાણકય નીતિ માં અગ્યારમાં આધ્યાય ના પહેલા જ શ્લોક માં ૪ ગુણ કહેવામાં આવ્યા છે જે સફળ માણસ અથવા કોઈ સારા લીડર માં હોય છે. આ સુખ સીખવામાં નથી આવતા પરંતુ અમુક ખાસ લોકો માં જન્મ થી જ હોય છે.
જેના પ્રભાવ થી દરેક કામ માં સફળતા મળે છે. આજ ના સમય માં જોબ અને બીઝનેસ અથવા કોઈ અન્ય ક્ષેત્ર માં પણ આ ગુણો ના કારણે સફળતા મળે છે. ચાણક્ય નીતિના શ્લોક : दातृत्वं प्रियवक्तृत्वं धीरत्वमुचितज्ञता। अभ्यासेन न लभ्यन्ते चत्वारः सहजा गुणाः।।1।।
દાની થવું : દાન આપવું કોઈ વ્યક્તિ ના સ્વભાવ માં હોય છે, કોઈ પણ માણસ ને દાન આપવાનું શીખવાડવામાં નથી આવતું. આ આદત એ માણસ ની અંદર હોય છે તેથી કોઈ ને દાન આપવાનું શીખવાડવામાં નથી આવતું.
નિર્ણય લેવાની ક્ષમતા : કોઈ પણ વ્યક્તિ ને નિર્ણય લેવાનું પણ શીખવાડવામાં નથી આવતું. જે વ્યક્તિ ઉચિત સમય પર સાચો નિર્ણય લે છે, તે એમના જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે. વ્યક્તિ સાચા સમય પર અને સાચો નિર્ણય લેવાની કોશિશ કરે છે
તે વ્યક્તિ એની જીંદગી માં ક્યારેય નિર્ણય લઈને પરેશાન થતો નથી. ધૈર્ય રાખવો : ધૈર્ય રાખવો મનુષ્ય નો સૌથી સારો ગુણ માનવામાં આવે છે. કઠીન સમય માં એમના ધૈર્ય ને બનાવી રાખવામાં માણસ ખરાબ સમય થી નીકળી જાય છે,
પરંતુ ધૈર્ય ને શીખવાડવામાં નથી આવતો, આ ગુણ વ્યક્તિ ના જન્મ ની સાથે જ હોય છે. જે વ્યક્તિ નો ધૈર્ય સાચો અને સારો હોય છે એ વ્યક્તિ જીવનમાં ક્યારેય પણ પાછો નથી પડતો અને દરેક કામ માં તે સફળતા જરૂર મેળવીને રહે છે.
મીઠું બોલવું : મીઠું બોલવું પણ માણસ નો સૌથી સારો ગુણ માનવામાં આવે છે, આ ગુણ પણ મનુષ્ય ના સ્વભાવ માં હોય છે કોઈ ને મીઠું બોલવું ક્યારેય પણ શીખવાડવામાં નથી આવતું. જે વ્યક્તિ મીઠું બોલી શકે તે દુનિયા માં કોઈ પણ જગ્યાએ તથા કોઈ પણ માણસ ની સામે નીચે પડી શકતો નથી અને તે એમની વાણી થી ખુબ જ પ્રખ્યાત હોય છે.