આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે. જેને લઈને હવે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા છે.
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત આવતા જ રાજનીતિ તેજ થઈ મનીષ સિસોદિયાને મળવા આવેલ મહેશ સવાણીની બેઠક શરૂ થઈ છે આ મુલાકાત પહેલા મહેશ સવાણીએ મીડિયાને કહ્ય કે, હું મળવા આવ્યો છે આ મુલાકાત બાદ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે તે સ્પષ્ટ થઈ ગયું છે
દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા આજે ગુજરાતની મુલાકાતે છે. મનીષ સિસોદિયા સુરત પહોંચ્યા છે. જ્યાં તેમનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. મનીષ સિસોદિયા હાલ સર્કિટ હાઉસમાં AAPના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકો આદે આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને પત્રકારમાંથી નેતા બનનાર ઈસુદાન ગઢવીની પણ હાજરી રહેશે.
હાલ તો મનીષ સિસોદિયા (manish sisodia) ની પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર છે કે તેઓ શુ જાહેરાત કરે છે અને કેટલા લોકો આપમાં જોડાય છે. મહેશ સવાણીના જોડાવાથી આપને શું ફાયદો થશે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સુરત આવતા જ રાજનીતિ તેજ થઈ છે.
મનીષ સિસોદિયાને મળવા માટે સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી (mahesh savani) પહોંચ્યા. આ મુલાકાત બાદ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાશે તે સ્પષ્ટ થઈ ગયું છે. ગુજરાતમાં એક પછી એક મોટા ચહેરાઓ જોડવાની આપની રણનીતિ હાલ દેખાઈ રહી છે. ઉદ્યોગપતિ મહેશ સવાણીના જોડાવાથી આપને ગુજરાતમાં જમીન મળશે અને સાથે જ નાણાંકીય ફાયદો પણ થશે.
વિધાનસભા ચૂંટણી પહેલા ઉદ્યોગપતિ મહેશ સવાણીના જોડાવાથી આપને ફંડની સાથે સાથે પાટીદાર સમાજનો પણ સાથ મળશે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં મહેશ સવાણીનું આગવું વર્ચસ્વ છે અને સાથે જ સામાજિક તેમજ ઔદ્યોગિક રીતે પણ તેઓ આગળ પડતા છે.
જેના કારણે આમ આદમી પાર્ટીને મોટા ફાયદાની આશા છે. મનીષ સિસોદિયાને મળવા આવેલ મહેશ સવાણીની બેઠક શરૂ થઈ છે. આ મુલાકાત પહેલા મહેશ સવાણીએ મીડિયાને કહ્ય કે, હું મળવા આવ્યો છે.
આ ઉપરાંત આંદોલનકારી પ્રવીણ રામ સાથે મનીષ સિસોદિયા બંધ બારણ બેઠક કરે તેવી શક્યતા છે. છેલ્લા આઠ વર્ષથી પ્રવીણ રામ અનેક આંદોલનો ચલાવી રહ્યા છે. જે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી આ અગાઉ મનીષ સિસોદિયા 24 જૂન ગુરુવારે મુલાકાત લેવાના હતા પરંતું નાદુરસ્ત તબિયતના કારણે તેમની મુલાકાત રદ થઈ હતી.
મહેશ સવાણીએ પ્રેસ કોન્ફેરેન્સમાં કહ્યું કે, હું સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું. ઘણા લોકોએ મને કહ્યું કે, તમારા પર રેડ પડશે, હેરાન કરશે. મારે સેવા કરવા બદલ જો જેલમાં જવું પડે તો પણ જવા તૈયાર છું.
જયારે પણ સમાજનું કામ થતું હોય ત્યારે તેમાં રાજકરણ ન હોય પરંતુ અત્યારે સમાજના કામમાં રાજકારણ થાય છે. સાથે કહ્યું કે દિલ્હીની સરકારી સ્કુલ સુવિધાઓથી સજ્જ છે. કોરોના કાળમાં લોકો મદદ માગી રહ્યા હતા ત્યારે સરકારની જવાબદારી બને કે લોકોની સેવા કરે.