શું તમે જાણો છો માળામાં ૧૦૮ પારા જ કેમ હોય છે? જાણી લો તેની પાછળ રહેલું આ વિશેષ મહત્વ 

તમે બધા આ વાત થી વાકેફ જ હશો કે હિંદુ ધર્મ માં આપણે મંત્ર જાપ માટે જે માળા નો ઉપયોગ કરીએ છીએ અને એ માળા માં પારા ની સંખ્યા ૧૦૮ હોય છે. તમને બધાને જણાવી દઈએ કે શાસ્ત્રો માં આ સંખ્યા ૧૦૮ નું ખુબ જ વધારે મહત્વ માનવામાં આવે છે

અને માળા માં ૧૦૮ જ બતાવે છે કેમ હોય છે માળા માં ૧૦૮ પારા. એક માન્યતા ને માનીએ તો માળા ના ૧૦૮ પારા અને સૂર્ય ની કલાઓ નો ઊંડો સંબંધ છે કારણ કે એક વર્ષ માં સૂર્ય ૨૧૬૦૦૦ કળાઓ બદલાય છે અને વર્ષ માં બે વાર એમની સ્થિતિ પણ બદલે છે.

તે છ મહિના ઉતરાયણ રહે છે અને છ મહિના ની સ્થિતિ માં દક્ષિણાયન અને  અતરૂ સૂર્ય છ મહિના ની એક સ્થિતિ માં ૧૦૮૦૦૦ વાર કળાઓ બદલાવે છે. કહેવાય છે કે આ સંખ્યા ૧૦૮૦૦૦ થી છેલ્લે ત્રણ શૂન્ય હટાવી માળા ના ૧૦૮ મોતી નિર્ધારિત કરવામાં આવ્યા છે.

કહેવાય છે કે માળા નો એક એક પારો સૂર્ય ની એક એક કળા નું પ્રતિક છે અને સૂર્ય જ વ્યક્તિ ને તેજસ્વી બનાવે છે, સમાજ માં માન-સમ્માન અપાવે છે. કહેવાય છે કે સૂર્ય જ એકમાત્ર સાક્ષાત દ્રશ્યમાન દેવતા છે,

એ કારણ થી સૂર્ય ની કળાઓ ને આધારે પારા ની સંખ્યા ૧૦૮ નિર્ધારિત કરવામાં આવી છે. હવે આપણે શાસ્ત્રોનો સાર જાણીએ છીએ: षट्शतानि दिवारात्रौ सहस्राण्येकं विशांति. एतत् संख्यान्तितं मंत्रं जीवो जपति सर्वदा.. આ શ્લોક નો અર્થ છે કે એક પૂર્ણ રૂપ થી સ્વસ્થ વ્યક્તિ દિવસભર માં જેટલી વાર શ્વાસ લે છે,

એનાથી માળા ના પારા ની સંખ્યા ૧૦૮ નો સંબંધ છે. સામાન્ય રૂપે ૨૪ કલાક માં એક વ્યક્તિ લગભગ ૨૧૬૦૦ વાર શ્વાસ લે છે. દિવસ ના ૨૪ કલાક માંથી 12 કલાક રોજ કામ માં મશગુલ થઇ જાય છે અને બાકીના 12 કલાક માં વ્યક્તિ શ્વાસ લે છે ૧૦૮૦૦ વાર.

Leave a reply:

Your email address will not be published.

Site Footer