કાર્તિક પૂર્ણિમાના દિવસે કરવા આ ૧૦ આસાન ઉપાય, થશે ધનની પ્રાપ્તિ..

દરેક ઘરમાં માતા લક્ષ્મી ની મૂર્તિ તો હોય જ છે. માતા લક્ષ્મી એવા લોકોના ઘરમાં જ વાસ કરે છે જ્યાં વડીલોનું સમ્માન થતું હોય અને પ્રેમથી એકબીજા સાથે વર્તન કરતા હોય. આજે પૂનમનો દિવસ ધનની દેવી લક્ષ્મીને અત્યંત પ્રિય છે. જો માં લક્ષ્મી ખુશ થઈ જાય તો જરૂર પોતાના ભંડાર ખોલી દે છે. આ મહિનો દેવી દેવતાઓને ખુશ કરવાનુ માનવામાં આવે છે. પવિત્ર તીર્થ સ્થળોમાં સ્નાન કરીને દીપ દાન પૂજા અર્ચના કરવામાં આવે છે.

આજે દેવ દિવાળીનો દિવસ દેવી લક્ષ્મીને ખુશ કરવાનો દિવસ છે. આ દિવસે દેવતાઓની દેવ દિવાળી પણ વારાણસીના ઘાટ પર ઉજવવામાં આવે છે. ચાલો જાણી લઇએ એ ક્યા 10 ઉપાય છે જે આ દિવસે કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

  • કાર્તિક પૂર્ણિમાના દિવસે ગરીબોને અક્ષત દાન કરવાથી ચન્દ્ર ગ્રહ શુભ ફળ આપે છે.
  • આ જ રીતે શિવલિંગ પર કાચુ દૂધ, મધ અને ગંગાજળ મિક્ષ કરીને ચઢાવવુ જોઈએ. આ ભગવાન શિવને પ્રસન્ન કરવાના ઉપાયમાંથી એક છે.
  • પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીનો પીપળાના વૃક્ષ પર નિવાસ રહે છે. પૂર્ણિમાના દિવસે જે પણ વ્યક્તિ મીઠા પાણીને દૂધમાં મિક્સ કરીને ઝાડને ચઢાવે છે અને પીપળાની પૂજન વિધિનુ પાલન કરે છે, તેમના પર મા લક્ષ્મી પ્રસન્ન થાય છે..
  • પવિત્ર તીર્થમાં સ્નાન કરીને દાન પુણ્ય કરવુ જોઈએ.
  • દેવતાઓના નામ પર કેટલાક દીવા ઘરના મંદિરમાં જરૂર પ્રગટાવવા જોઈએ.
  • આ દિવસે શ્રી યંત્રની પૂજા કરવી અને કમલગટ્ટાની માળાથી લક્ષ્મીના ધન પ્રાપ્તિ મંત્રનો જાપ કરવો.
  • કાર્તિક પૂર્ણામા ના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર કેરી કે અશોકના ઝાડના પાનનુ તોરણ બાંધવું જોઈએ.
  • પરણેલી વ્યક્તિ પૂર્ણિમાના દિવસે બ્રહ્મચર્યનુ પાલન કરે નહી તો ચંદ્રમાન દુષ પ્રભાવ તમને દુખી કરી નાખશે.
  • પૂર્ણિમાના દિવસે ચંદ્ર્માનના ઉદય થયા પછી ખીરમાં સાકર અને ગંગાજળ મિક્ષ કરીને માં લક્ષ્મીને નૈવૈદ્ય ચડાવવું.
  • દ્વાર પર રંગોળી જરૂર બનાવવી. તેનાથી વિશેષ સમૃદ્ધિ અને સંપન્નતાના યોગ બને છે. નવગ્રહ પ્રસન્ન થાય છે.

આ ઉપાય તમને વિષ્ણુની પ્રિય લક્ષ્મીજીની અપાર કૃપા અપાવી શકે છે. પછી તેના આશીર્વાદથી કોઈ પણ વ્યક્તિ પાસે ધનની અછત રહેશે નહી.

Leave a reply:

Your email address will not be published.

Site Footer