માણાવદરના કોઠડી ગામના વતની અને હાલ ઇઝરાયલના તેલઅવીવ ખાતે રહેતા સવદાસભાઈ મુળીયાસિયા અને જીવાભાઈ મુળીયાસિયાની ના બે ભાઇઓની દિકરીઓએ ઈઝરાયલ આર્મીમાં સ્થાન મેળવી અને દેશનું નામ રોશન કર્યું હતું.
આ મહેર જ્ઞાતિની બે દિકરીઓની સિધ્ધિને બીરદાવી અને મહેર સમાજના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે. સેનામાં સામાન્ય રીતે ગુજરાતીઓ ઓછો જોડાતા હોવાથી એક માન્યતા રહેલી છે.
પરંતુ હવે સમય બદલાયો છે ત્યારે સૈન્યમાં હવે યુવતીઓ પણ જોડાય છે. ભારતમાં નહી પરંતુ વિદેશના સૈન્યમાં માણાવદર પંથકની મહેર સમાજની બે દિકરી જોડાય છે અને મહેર જ્ઞાતિના સૌર્યને ઉજાગર કર્યું છે.
માણાવદરા તાલુકાના કોઠડી ગામના વતની અને હાલ ઈઝરાયલના તેલઅવીવ ખાતે રહેતા અને કરિયાણાના વ્યાપાર સાથે સંકાળવેલા સદરાબાઇ મુળીયાશિયા અને જીવાભાઈ મુળીયાસિયા બન્ને ભાઈઓની દિકરી સૌથી તાકતવર ગણાતી ઇઝરાયલ સેનામાં જોડાય છે.
નીત્યા ઈઝરાયલ સેનામાં ફરજ બજાવનાર પ્રથમ ગુજરાતી મહિલા છે. હાલ તે ઇઝરાયલ આર્ભિમાં ડિપાર્ટમેન્ટ ઓઠ કોમ્યુનીકેશન એન્ડ સાયબર સિક્યુરીટી વિભાગમાં કરજ બજાવે છે અને ફ્રન્ટલાઈન યુનિટ હેડ છે.
આ ઉપરાંત પુશ અપ ટ્રેનિંગ, સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગથગેરે આગ આગ ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ૩ માસની ટ્રેનિંગ બાદ રીયાને ઇઝરાયલ આર્મીમાં પોસ્ટીંગ આપવામાં આવશે. આ બધી ટ્રેનિંગને રીયાને સફળતાથી પાસ કરી ભારતને ગૌરવ પ્રદાન કરે તેવી શુભેચ્છા .