મંદિરમાં માથું ઢાંકીને જવું જોઈએ કે? જાણો આ હિંદુ પરંપરા પાછળનું સાચું  વૈજ્ઞાનિક કારણ… 

માથું ઢાંકવાની પરંપરા હિંદુ ધર્મ ની દેન છે. પ્રાચીન કાળ માં બધા ના માથા ઢાંકેલા જ રાખતા હતા. અર્થાત દરેક પ્રાંત ની એમની એક વેશભૂષા હતી જેમાં માથા પર પાઘડી પહેરવાનો રીવાજ હતો. રાજસ્થાન, માળવા તેમજ નિમાડ ના ગ્રામીણ વિસ્તાર માં આજે પણ ઘણા લોકો માથા પર પાઘડી બાંધીને રાખે છે.

મહિલાઓ માથા પર ઓઢણી અથવા પલ્લું નાખીને રહેતી હતી. એવા માં તે બધા જયારે મંદિર જતા હતા તો માથા ઢાંકેલા જ રાખતા હતા. પરંતુ માથા ઢાંકવાનો અથવા ન ઢાંકવાના અમે ૨ કારણો ની સાથે એક ત્રીજું વૈજ્ઞાનિક કારણ પણ જણાવશું અને પછી કહેશું કે શું સાચું છે?

૧. જૂની માન્યતાઓ ની અનુસાર કહેવામાં આવે છે કે જેને તમે આદર આપો છો એની આગળ હંમેશા માથું નીચે રાખીને જ જાવ. આ કારણ થી ઘણી મહિલાઓ અત્યારે પણ જયારે પણ એમના સાસુ-સસુર અથવા મોડા ને મળે છે તો માથું ઢાંકી લે છે.

આ કારણ છે કે જયારે આપણે મંદિર માં જઈએ છીએ તો માથું ઢાંકીને જ જઈએ છીએ. ૨. માથું ઢાંકીને રાખવું સમ્માનસૂચક પણ માનવામાં આવે છે, માથા ની પાઘડી ને અમુક લોકો એમની ઈજ્જત થી જોડીને જોવે છે. રાજાઓ માટે એના મુકુટ સમ્માન ના સૂચક રહેતા હતા.

એવા માં અમુક લોકો એ માને છે કે જો મંદિર જાવ તો તમારો ઘમંડ તથા સમ્માન બધું પ્રભુ ના ચરણો માં રાખી દો. મતલબ એ કે માથું ખુલ્લું રાખીને જાવ. ૩. હિંદુ ધર્મ ની અનુસાર માથા ની વચોવચ સહસ્ત્રાર ચક્ર હોય છે જેને બ્રહ્મ રન્ધ્ર પણ કહેવાય છે. આપણા શરીર માં ૧૦ દ્વાર હોય છે.-

૨ નાસિકા, ૨ આંખ, ૨ કાન, ૧ મોઢું, ૨ ગુપ્તાંગ અને માથા ના મધ્ય ભાગ માં ૧૦ મો દ્વાર હોય છે. દશમાં દ્વાર ના માધ્યમ થી જ પરમાત્મા થી સાક્ષાત્કાર કરી મેળવી શકો છો. તેથી પૂજા ના સમયે અથવા મંદિર માં પ્રાર્થના કરવાના સમયે માથા ને ઢાંકીને રાખવાથી મન એકાગ્ર બની રહે છે.

પૂજા ના સમયે પુરુષો દ્વારા શિખા બાંધવાને લઈને પણ આ માન્યતા છે. નિષ્કર્ષ- કોઈ પણ પ્રકાર ની પૂજા કરતા સમયે યજ્ઞ કરતા સમયે વિવાહ કરતા સમયે અને પરિક્રમા લેતા સમયે નાના વ્યક્તિ ને માથું ઢાંકવું જરૂરી છે.

મહિલાઓ લગભગ ઓઢણી અથવા દુપટ્ટા થી માથું ઢાંકે છે, તો પુરુષ પાઘડી, ટોપી અથવા રૂમાલ થી માથું ઢાંકીને મંદિર જાય છે. હકીકતમાં પંડિત એટલા માટે માથું નથી ઢાંકતા કારણ કે એના માથા પર ચોટી રહે છે અને તે દિવસ રાત મંદિર ની જ સેવામાં લાગી રહે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer