અત્યારે મંગળ મકર રાશિમાં વક્રી છે.અને જ્યોતિશો દ્વારા એવું કહેવામા આવ્યું છે કે હવે મંગળ મેષ માં વક્રી થસે. આ વર્ષ પહેલાં 1962 માં આવો યોગ બન્યો હતો. જ્યોતિષશાસ્ત્રની ગણના અનુસાર અત્યારે ગ્રહની બે પ્રકારની ચાલ હોય છે વક્રી અને માર્ગી, જ્યોતિષો દ્વારા કહેવામા આવ્યું છે કે મંગળ એ ઉગ્ર સ્વભાવનો ગ્રહ છે.
આજે તે અમુક વ્યક્તિ ની કુંડળી મા તે શુભ સ્થાન પર બેઠેલો હોય છે અને અમુક નું કુંડળી માં અશુભ સ્થાન ઉપર. જે વ્યક્તિ ની કુંડળી માં તે શુભ સ્થાન પર બેઠો છે તેને ખુબ જ લાભ થતું હોય છે અને જે લોકો ની કુંડળી માં અશુભ સ્થાન પર બેઠો હોય તે લોકો ના જીવન માં ખુબ જ મુશ્કેલીઓ હોય છે.
આ લેખ દ્વારા અમે તમને જણાવવા ના છે કે મંગળની મેષ રાશિમાં ગોચરને કારણે કઇ રાશિઓની સમસ્યા વધવાની છે. તો ચાલો જાણીએ. મંગળ ૧૦ માર્ચ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. મંગળ મેષ રાશિમાં વક્રી થશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જ્યારે કોઈ ગ્રહ કોઈ રાશિમાં વક્રી થાય ત્યારે તે શુભ પરિણામ આવતું નથી.
મેષ રાશિ : મંગળ મેષ રાશિમાં વક્રી થશે, મંગળના મેષ રાશિમાં આવ્યા પછી તેના પર ગુરુ અને કેતુની દૃષ્ટિ પણ રહેશે. મેષ રાશિમાં મંગળ વક્રી થવાના લીધે આ રાશિનો જાતક માનસિક રીતે પરેશાન થઈ શકે છે. દીલ અને મન વચ્ચે સંકલનના અભાવને લીધે વ્યક્તિ નકામી વાત કરી શકે છો. જો આ રાશિ ને જાતકો નકામી વાતો કરે તો તેને થોડી વાર સાંભળી લેવું અને આ સમય દરમિયાન તેમની વાતો માં બોવ ધ્યાન ના દેવું.
વૃષભ રાશિ :- ઘરના નિર્માણ કાર્યમાં ખર્ચ વધારે થશે. નોકરીમાં વિઘ્નો આવી શકે છે. ધંધા કે નોકરીમાં કોઈ સમસ્યા ઉભી થઇ શકે છે. ખર્ચા કરવામાં ખુબ જ ધ્યાન રાખવું.
મિથુન રાશિ :- આ રાશિનો જાતક માનસિક રીતે પરેશાન થઈ શકે છે. તેમજ આ રાશિના જાતકોને આર્થિક મુશ્કેલી આવશે. કોઈ સાથે થયેલા વાદ-વિવાદમાં સફળતા મળી શકે છે.
કર્ક રાશિ :- હાથમાં આવેલી તકનો જોઈ વિચારી ને ઉપયોગ કરવો. અને સ્વજનો થી થોડો મનમેળ રહેસે. આર્થિક સ્થિતિ માં થોડો ફેરફાર થઇ શકે છે.પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે.
સિંહ રાશિ :- પરિસ્થિતિ પ્રતિકૂળ જણાતી હોય તો ધીરજ દ્વારા સાનુકૂળ બનાવી શકશો. આ ગોચર દરમિયાન ધન લાભ અને નુકસાન બંને થશે. છેતરપિંડીનો શિકાર બની શકે છે. હમણાં કોઈની સાથે નવું કામ ન કરો.