ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીખે શપથ લીધા બાદ અને નવી મંત્રી મંડળ સરકાર રચાયા બાદ ગુજરાત ની યુવા સરકાર તાબડતોડ કામ કરવાનું અને પ્રજાના હિત લક્ષી કામ કરવાનું ચાલુ કરી દીધું છે, પછી એ મેડિકલ ક્ષેત્રે વેકસીન નું હોય કે માર્ગના રોડ રસ્તાનું…
વરસાદમાં ખાડા પડી ગયેલા રોડને 1 થી 10 તારીખમાં 10 જ દિવસ માં રીપેર કરી ગુજરાતમાં ખાડા વગરના રોડ રસ્તા હોય તેવો સરકારનો પ્રથમ પ્રયત્ન હોય એ લાગી રહ્યો છે,
મિત્રો જો તમે પણ ખાડા વાળા રસ્તા થી કંટાળી ચુક્યા હોય તો તમારે એ સરખા કરવામાં સરકારને સાથ આપવો પડશે, એના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, મોબાઈલ ઓર ફક્ત 1-2 મિનિટ આપીને જાણકારી આપી શકો છો, જેથી એ રોડ રસ્તા આવનારા 10 જ દિવસ માં રીપેર થઈ જાય એવી આશા રાખીએ છીએ.
સરકારે આ માટે 9978403669 નમ્બર નો વૉટસપ મોબાઈલ નંબર જાહેર કર્યો છે, જેના પર તમારે તમારું નામ, મોબાઈલ નંબર, ખરાબ રોડ છે એ જગ્યાનું સરનામું, ગામનું નામ, તાલુકો, જિલ્લો સાથે પીનકોડ નમ્બર આપવાનો રહેશે.
મિત્રો, તમે આ મેસેજ કરી ને તેનો સ્ક્રીન શોટ લઈ ને પોતાના સોસીયલ એકાઉન્ટ માં પોસ્ટ કરી એક જાગૃત નાગરિક બન્યા છો અને બીજા લોકોને પણ એ જાગૃત નાગરિક બનવા પ્રેરિત કરી શકો છો,
અને 10 દિવસમાં કામ પૂર્ણ થયા બાદ ફરી થેંક્યું નોટ પણ મૂકી શકો છો અને આ રોડ રસ્તાનું કામ મારા સહભાગી થી થયું છે એનો ગર્વ લઈ શકો છો, સાથે તમે એ પણ ચેક કરી લેશો કે સરકાર તમારું સાંભળી રહી છે કે નહીં…
હવે આ માહિતી જાણ્યા બાદ નમ્બર નોંધી લેશો અને આ માહિતી જરૂર થી લોકો સુધી પહોંચાડજો, આવો ચાલો સાથે મળીને ગુજરાતના રોડ રસ્તા ખાડા વગરના બનાવામાં સરકારની મદદ કરીએ..