જાણો વાવાઝોડા દરમિયાન શુ કરવું શું ન કરવું.. તમામ સવાલો ના જવાબ

ગુજરાતને માથે તોળાઇ રહેલું ‘તૌકતે’ વાવાઝોડાનું સંકટ હવે વધુને વધુ ઘેરું બન્યું છે. ‘તૌકતે’વાવાઝોડું શનિવારે મોડી સાંજની સ્થિતિએ દક્ષિણપશ્ચિમ પણજી-ગોવાથી ૨૨૦ કિલોમીટર, દક્ષિણ-દક્ષિણપશ્ચિમ મુંબઇથી ૫૯૦ કિલોમીટર, વેરાવળના દક્ષિણ-દક્ષિણપૂર્વથી ૮૨૦ કિલોમીટર જ્યારે કરાચીના દક્ષિણ-દક્ષિણપૂર્વથી ૯૬૦ કિલોમીટરના અંતરે હતું.

આ સ્થિતિએ ‘તૌકતે’વાવાઝોડું ૧૮ મે-મંગળવારે બપોરે પોરબંદર અને નલિયા વચ્ચેથી પસાર થઇ શકે છે. ‘ટૌટે’ વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાઇ છે.

વાવાઝોડા પહેલા આટલું અવશ્ય કરશો :

1 અફવાઓ ધ્યાન ઉપર લેશો નહિ, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહિ કે ડર ફેલાવશો નહિ

2 તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસ(SMS)થી સંદેશ પાઠવશો.

વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ આ બાબતો ધ્યાને લેશો:

1 વીજળી અને વીજાણુ ઉપકરણો તથા ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ રાખો.

2 બારી-બારણાઓ બંધ રાખો .
જો તમારું ઘર/મકાન સલામત ન હોય તો વાવાઝોડું આવે તે પહેલા જ અન્ય સલામત સ્થળે ચાલ્યા જાઓ.
વાવાઝોડાની માહિતી માટે સતત રેડીઓ કે અન્ય વિશ્વસનીય માહિતી સ્ત્રોતથી માહિતી મેળવતા રહો .

3 ગરમ-ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત પાણી જ પીવાનો આગ્રહ રાખો .

4 વાવાઝોડા અંગેની માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો.

Leave a reply:

Your email address will not be published.

Site Footer