આદિકાળથી મનુષ્ય બ્રહ્માંડ ની વ્યાપ્ત મહાશક્તિની કોઈનાં કોઈ સ્વરૂપે ભક્તિ શ્રદ્ધાથી પૂજા કરતો આવ્યો છે. બધા ભક્તો સમજી શકે તેના માટે આ શક્તિઓને મુખ્યત્વે દશ ગણવિદ્યાનાં સ્વરૂપોમાં વિભાજિત કરેલી છે.માતા પાવર્તીની આ મહાશક્તિઓ સદાય ધર્મનું, દુ:ખીઓનું, પીડિતોનું રક્ષણ કરતી આવી છે. માતા ભુવનેશ્વરી દશ મહાવિદ્યામાં ચોથી શ્રીકુળ ની શક્તિ છે. તેને સમસ્ત બ્રહ્માંડની મહારાણી ગણવામાં આવે છે. તે જગત જનની છે. આખું બ્રહ્માંડ તેનું શરીર છે અને સર્વજીવો તેમનાં અનંત અસ્તિત્વ પરનાં આભૂષણો છે. આદિશક્તિ દુર્ગાદેવી તરીકે પણ ઓળખાય છે.
સદાય ‘મણિદ્રોપ’ માં નિવાસ કરતા, સ્વયંભૂ ભુવનેશ્વરી ‘રાજરાજેશ્વરી’ પણ કહેવાયા છે. દેવી ભાગવત માતા ના વર્ણન અનુસાર, ચિંતામણી ગૃહમાં વીરાજમાન માતાજીની જેમ જ ગોડંલનાં પીઠસ્થાન સમાન ભુવનેશ્વરી મંદીરનું સ્થાન છે. માતાજીનાં ચાર હાથમાં વરદાન, પાશ, અંકુશ અને અભયની મુદ્રા છે.
તેમનાં મુખ પર કાયમ સ્મિત જોવા મળે છે, પૂર્વજોના
પ્રભાવથી ચારે તરફ વાતાવરણ પાવનકારી બની જતું હોય છે. ભુવનેશ્વરી માતાનું એક
પ્રાચીન મંદિર દક્ષિણમાં તુંગભદ્રા નદીનાં કિનારે આવેલું છે. અને બીજું પીઠસ્થાન સૌરાષ્ટ્ર
ના ગોંડલ માં માતા ભુવનેશ્વરીનું મંદિર છે. આ મંદિરની
સ્થાપના ઇ.સ.૧૯૪૬ માં બ્રહ્મલીન જગતગુરુ આચાર્ય શ્રી ચરણતીર્થ મહારાજ દ્વારા
કરવામાં આવી હતી. જેમાં માતાજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા વૈશાખ વદ પાંચમ ના
પવિત્ર દિવસે લલિતાબા ના હાથે કમળો દ્વારા કરવામાં આવી હતી.
માતાજીનાં આ પ્રસિદ્ધ સ્થાનક પાછળ એક પૌરાણિક ઇતિહાસ છે, કે બે હજાર વર્ષ પહેલાં ભરતખંડ તરીકે ઓળખાતા આપણાં આ દેશમાં વિરોધી તત્વોનું પ્રમાણ વધુ ગયું હતું. પ્રજાનાં રક્ષણ માટે વિદ્યારણ્ય સ્વામીએ દક્ષિણમાં વિરુપાક્ષેશ્વર મહાદેવ ના સ્થાનમાં ભુવનેશ્વરી દેવીની પ્રતિષ્ઠા કરી હતી. તેમનાં પ્રભાવથી જ વિનાશક અને વિધાતક તત્વોનો પરાજય થયો હતો. ત્યારબાદ ભગવતી ની ઇચ્છા અને પ્રેરણાથી પીઠસ્થાન સહીત ભુવનેશ્વરી મંદિરની સ્થાપના થઈ હતી.
આ વર્ષે વૈશાખવદ પાંચમથી વદનોમ સુધી, પાંચ દિવસ સુધી માતા ભુવનેશ્વરી નો ૭૩ મો પાટોત્સવ ઉજવાશે. આ પાટોત્સવમાં બ્રાહ્મણો દ્વારા શતચંડી પાઠ કરાશે, મહાપૂજા, રાજોપચાર પૂજા, મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. માતા ભુવનેશ્વરીનો બીજમંત્ર’ એ જ શ્રી હી ભુવનેશ્વર્ય નમ : છે. ભુવનોની સ્વામીની, જય મા ભુવનેશ્વરી.