ગુજરાત સરકાર દ્વારા કોરોનાકાળમાં જે- જે બાળકોના માતા-પિતામાંથી કોઇ પણ એકનું મોત થઇ ગયું હોય તેમને ધ્યાને રાખી મહત્વનો નિર્ણય કરાયો છે. ગુજરાત સરકારે માતા-પિતા બેમાંથી એકને પણ ગુમાવનારા
18 વર્ષથી નીચેની ઉમરના બાળકોને મહીને રૂ. 2 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. રૂપાણી સરકારે અગાઊ માતાં-પિતા બંનેને ગુમાવનારા બાળકોને પ્રતિ મહીને રૂપિયા 4 હજારની સહાય આપવાનો નિર્ણય કરાયો હતો.
પરંતુ બેમાંથી કોઈ એક વાલી ગુમાવનારા બાળકને કોઇ પણ સહાય આપવાની જાહેરાત ન થતાં આ અંગે સરકારને અનેક વખત રજૂઆતો કરાઇ હતી. જેથી સરકારે આ બાબતને ધ્યાને રાખી નિર્ણય જાહેર કર્યો છે.
ગુજરાતમાં તારીખ 30 જૂનની સ્થિતિએ કોરોનામાં 794 જેટલા બાળકો અનાથ થયાં છે અને જ્યારે અંદાજે 3106 બાળકોએ એક વાલી ગુમાવ્યાં છે. અનાથ બનેલા બાળકોને 21 વર્ષ સુધી દર મહીને સહાય આપવાનો નિર્ણય કરાતો હતો.
ત્યારે એક વાલી ગુમાવનાર બાળકને પણ કદાચ એ જ રીતે સહાય અપાશે એવી વાત થઈ રહી છે.આ સહાય બાળકોના બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં જ જમા કરવામાં આવશે.