આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે ડોક્ટર એ જ ભગવાન નું રૂપ છે. આજે તમને આ જ વસ્તુ સાર્થક કરતો એક કિસ્સો બતાવવા જઈ રહ્યા છીએ. ફ્રાન્સમાં ડોક્ટરોની એક ટીમ દ્વારા એક વ્યક્તિના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા જે દુનિયામાં પહેલી વાર છે જ્યારે કોઈ વ્યક્તિના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હોય.
૪૯ વર્ષીય ફેલિક્સ ને ડોક્ટરોયે હાથ ટ્રાન્સપ્લાન્ટ કરીને નવજીવન આપ્યું હતું. તેઓ આઈલેન્ડમાં રહે છે. કોઈ એક વ્યક્તિએ તેના બંને હાથ તેને ડોનેટ કર્યા હતા. 23 વર્ષની ઉંમરે ફેલિક્સને એક અકસ્માત નો સામનો કરવો પડ્યો હતો.
૧૯૯૮માં જ્યારે ઇલેક્ટ્રિક કામ કરતો હતો ત્યારે તેને જોરદાર કરંટ લાગ્યો હતો જે બાદ તેના બંને હાથ દાઝી ગયા હતા આ અકસ્માત બાદ તે ત્રણ મહીના કોમાંમાં રહ્યો હતો.
કોમામાંથી બહાર આવ્યા બાદ તે ડિપ્રેશનમાં ગયો અને તેને દારૂ અને ડ્રગ્સની ટેવ પડી ગઈ હતી. બાદમાં એક જ વર્ષમાં તેને લીવર પણ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડ્યું હતું. જો કે હવે તેણે બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની ઈચ્છા બનાવી લીધી હતી
ત્યારબાદ તેણે ધીમે ધીમે પૈસા એકઠા કરવાનું ચાલુ કર્યું. આ દુર્ઘટનાના ૨૩ વર્ષ બાદ તેના હાથનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું ડોક્ટરોની 15 કલાક ની સર્જરી બાદ તેના બંને હાથ ટ્રાન્સપ્લાન્ટ કર્યા.
સર્જરી બાદ ફેલિસ્ક જણાવ્યું કે તે એકદમ સ્વસ્થ છે અને પોતાના હાથ અને કોણી હલાવી શકે છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે સૌપ્રથમ શું કરશો..? ત્યારે તેણે એમ કહ્યું કે હું સૌથી પહેલાં મારી પત્નીને આ નવા હાથે ગળે લગાવવા માગીશ.