મહેસાણા માં આવેલા બેચરાજી યાત્રાધામમાં માં બહુચરા ને દર વર્ષે વિજયાદશમીના દિવસે નવલખા હાર નો શણગાર કરવામાં આવે છે. આ હાર ની ખાસિયત એ છે કે તેમાં અતિ મૂલ્યવાન અને કિંમતી હીરા જડેલા છે.
જેની હાલમાં બજાર કિંમત ૩૦૦ કરોડથી પણ વધારે છે. દર વર્ષે ફક્ત વિજયાદશમીના દિવસે જ તેમને આ હાર નો શણગાર કરવામાં આવે છે અને તેથી સામાન્ય ભક્તો પણ આ હારનું દર્શન કરી શકે છે.
આ હારને નવલખો હાર કહેવામાં આવે છે કારણ કે જે તે સમયે તેને રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો ત્યારે તેની કિંમત નવ લાખ રૂપિયા હતી. આ પરંપરા છેલ્લા 177 વર્ષોથી ચાલી આવી રહી છે.
177 વર્ષ અગાઉ બરોડાના રાજા માંનાજીરવ ગાયકવાડને પાઠાની પીડા ઉપડી હતી. જે માટે તેઓએ બહુચર માતાજીની માનતા રાખી હતી. ત્યારબાદ તેમનું દુખ દૂર થતાં તેમણે મોટું મંદિર બનાવ્યું અને અતિ મૂલ્યવાન નવલખો હાર ચઢાવ્યો હતો.
આ હારમાં અતિ મૂલ્યવાન 150થી પણ વધારે હીરા છે અને છ મૂલ્યવાન નીલમ છે. આ હારને ખાસ આજે જ માતાજીને શણગાર માટે રાખવામાં આવે છે. સુરક્ષા જવાનો દ્વારા આજરોજ માતાજી ને ખાસ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવે છે.