મેથીની ભાજી શરીર માટે છે ખુબ જ ગુણકારી, જાણો તેના ફાયદાઓ..

લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અત્યાર સુધીમાં અનેક લોકોએ આપી હશે. તેમાં પણ લીલી ભાજી ખાવાથી થતા લાભ તો તમને અનેક લોકોએ ગણાવ્યા હશે. ડોક્ટર પણ લીલી ભાજી ખાવાની સલાહ આપતા હોય છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ.

તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ.

આ ભાજી ખાવાથી નીચે દર્શાવ્યાનુસાર લાભ થાય છે. મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે. ડાયાબિટીઝના દર્દીઓ માટે મેથીની ભાજીનું સેવન ખૂબ ફાયદાકારક માનવામાં છે. આ માટે તમે મેથીનું શાક બનાવીને ખાઈ શકો છો અને તેનો જ્યુસ કાઢીને પી શકો છો.

ડાયાબિટીઝના દર્દીઓ પાણીમાં મેથીના દાણા પલાળીને તેનું પાણી પણ પી શકે છે. તે ફાયદાકારક છે. મેથીમાં ફાયબર અને એન્ટીઓક્સીડન્ટ તત્વ હોય છે. મેથી ખાવાથી શરીરના ઝેરી તત્વ બહાર નીકળી જાય છે. મેથીની સબ્જીમાં ગૈલોપ્ટોમાઈનન તત્વ હોય છે જેનાથી હૃદયનું સ્વાસ્થ બરાબર થાય છે.

પલાળેલી મેથીના દાણાની પેસ્ટ કરી તેને માથામાં લગાડવી જોઈએ. વધારે પ્રમાણમાં વાળ ખરતાં હોય તો મેથીના દાણાને પાણીમાં રાત્રે પલાળી દેવા, સવારે તેમાં નાળિયેરનું તેલ ઉમેરી પેસ્ટને વાળમાં લગાડવી. 30 મિનિટ પછી વાળ ધોઈ લેવા.બાળકોને ઘણીવાર પેટના ચરમીયા પડવાની સમસ્યા હોય છે.

દરરોજ એક ચમચી મેથીના પાનનો રસ પીવાથી પેટના કૃમિની સમસ્યાથી રાહત મળે છે. વડીલો મેથીના પાનના રસનું સેવન કરી શકે છે. મેથીનો ઉપયોગ સૌંદર્યવર્ધક તરીકે પણ કરી શકાય છે. મેથીના દાણાને પાણીમાં પલાળી તે પાણીથી ચહેરો ધોવાથી કરચલીઓ દૂર થાય છે.

રોજ મેથીના દાણા ખાવાથી વજન ઘટે છે અને કોલેસ્ટેરોલનું સ્તર પણ ઓછું થાય છે.મેથીની ભાજી કબજિયાત અને ગેસની સમસ્યાથી રાહત આપે છે. જો કોઈને ગેસની સમસ્યા હોય તો મેથીનું સેવન કરવાથી ફાયદો થાય છે. તેના ઉપયોગથી પાચન સરળ રહે છે, જે પેટને લગતી સમસ્યાઓથી રાહત આપે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer