રાજ્ય સરકારે તમામ જિલ્લામાં થતા જાહેર સમારોહ અને કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકી દીધો, મીની લોકડાઉન નો સહારો લેશે….

કોરોનાના કેસ વધતા હવે લગભગ તમામ રાજ્ય સરકારો નાઈટ કર્ફ્યુ સહિતના લોકડાઉન જેવા પ્રતિબંધો લગાડવાનું શરુ કર્યું છે. પંજાબ, રાજસ્થાન, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર બાદ હવે છત્તસીગઢમાં પણ નાઈટ કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે તમામ જાહેર સમારોહ અને કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારની જાહેરાત અનુસાર, રાતના 10થી સવારના 6 સુધી નાઈટ કર્ફ્યું ચાલુ રહેશે. તે ઉપરાંત છત્તીસગઢમાં દિલ્હી અને મુંબઈની ફ્લાઈટ પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

સીએમ બઘેલની સૂચના અનુસાર દરેક જિલ્લામાં સરઘસ, રેલી, જાહેર મેળાવડા, સામાજિક, સાંસ્કૃતિક અને રમતગમતના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રેલ્વે સ્ટેશન અને બોર્ડર પર કોવિડ-19 માટે રેન્ડમ ટેસ્ટિંગ થશે.

મુખ્યમંત્રીએ હોસ્પિટલની પથારી, દવાઓનો સ્ટોક અને ઓક્સિજનની ઉપલબ્ધતા અંગેના દૈનિક અહેવાલો આપવા પણ સૂચના આપી છે. હવે વીકેન્ડમાં કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં નાઇટ કર્ફ્યુ પહેલેથી જ લાગુ છે.

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઝડપથી વધી રહેલા કોરોના કેસોને જોતા પહેલાથી જ કડક નિર્ણયની અપેક્ષા હતી. દિલ્હીમાં કેસનો દર ઝડપથી વધી રહ્યો છે. આજે સીએમ અરવિંદ કેજરીવાલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer