એકધારા ૪૦ દિવસ સુધી જે અહી માતાના દર્શન કરવા જાય તેની દરેક માનતા થઇ જાય છે પૂર્ણ, જાણો મનસા દેવી મંદિર વિષે..

જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાનના દર્શન કરવા માટે મંદિરે જાય છે, ત્યારે તે પોતાના મનની અંદર કોઈને કોઈ ઈચ્છા લઈને જતો હોય છે. તે પોતાની દરેક ઈચ્છાઓને ભગવાન પાસે પ્રાર્થનાના સ્વરૂપમાં પૂર્ણ કરવાનું માંગતા હોય છે.

અને આથી જ લોકો વારંવાર અનેક મંદિરોની ચક્કર લગાવતા રહેતા હોય છે. આ ઉપરાંત ઘણા લોકો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારના અનુષ્ઠાનો કરતા હોય છે.

પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કેવા મંદિર વિશે કે જ્યાં લોકો પોતાની દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા માટે જો એકધારા 40 દિવસ સુધી માતાના દર્શન કરવા જાય તો તેની દરેક મનોકામનાઓ થઈ જાય છે પૂર્ણ.

આ મંદિરની અંદર એક એવી માન્યતા છે કે જો કોઈપણ વ્યક્તિ એકધારા 40 દિવસ સુધી આ મંદિરની અંદર માતાના દર્શન કરશે તો તેની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. તમને દરેક લોકોને આ વાત સાંભળીને થોડી નવાઈ લાગશે પરંતુ આ વાત સો ટકા સાચી છે.

હરિયાણા ની અંદર આવેલ પંચકુલા ની અંદર મનસાદેવીનું મંદિર આવેલું છે જ્યાં ૪૦ દિવસ સુધી એકધારી હાજરી પુરવામાં આવે અને માતાના દર્શન કરવામાં આવે તો દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે.

કહેવાય છે કે જ્યારે માતા પાર્વતીજી ના પિતા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. ત્યારે તેણે પોતાના જમાઈ એટલે કે ભગવાન શંકરને બોલાવ્યા ન હતા અને આથી જ પાર્વતીજીએ ત્યાંના અગ્નિકુંડ ની અંદર પોતાના દેહનો ત્યાગ કર્યો હતો,

અને આ જાણકારી મળતાં જ ભગવાન શંકર ત્યાં પહોંચી ગયા હતા, અને માતા સતી નો મૃતદેહ લઈઅને તાંડવ નૃત્ય કરવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોઈ અને દરેક દેવી-દેવતાઓ ડરી ગયા હતા અને આથી જ તે ભગવાન વિષ્ણુ પાસે ગયા

અને ભગવાન વિષ્ણુને પોતાના સુદર્શન ચક્ર દ્વારા માતા સતીના હજારો ખંડ કરી નાખ્યા હતા. અને સુદર્શન ચક્ર ના કારણે કરવામાં આવેલા દરેક ખંડ પૃથ્વી ઉપર જે જે જગ્યાએ પડ્યા તે તે જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ.

હતીહકીકતમાં પંચકુલાની અંદર માતા પાર્વતીના માથાનો ભાગ પડ્યો હતો અને આથી જ આ શક્તિપીઠને મનસાદેવી શક્તિપીઠ માનવામાં આવે છે, અને અહીંના લોકોની એવી શ્રધ્ધા છે કે જો કોઈપણ વ્યક્તિ એકધારા ચાલીસ દિવસ સુધી માતાના દર્શન માટે આવે અને પૂરી શ્રદ્ધાથી માતાના દર્શન કરે અને તેની પૂજા-અર્ચના કરે તો ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.

Leave a reply:

Your email address will not be published.

Site Footer