આવો તમને એક એવા કલાકાર વિષે જણાવીશું કે જેમણે પોતાના જીવનમા આવેલી મુશ્કેલીનો હિંમતથી સામનો કર્યો અને સફળતા મેળવી. આજે આપણે ગુજરાતી ફિલ્મ સ્ટાર મોના થીબાની સંઘર્ષથી સફળતાની વાત જણાવીશું.
મોના થીબાના ઘરે નાનપણથી જ ફિલ્મી વાતવરણ હતું. તેમના પિતા પ્રખ્યાત એડિટર હતા. 10 માં પછી મોનાએ પોતાના પિતાને ફિલ્મ કામ કરવા માટે કહ્યું પણ તેમને ચોખ્ખી ના પાડી દીધી. એક દિવસે મોનાના પિતાના એક મિત્ર તેમના ઘરે આવ્યા અને મોનાને એક ફિલ્મ પણ ઓફર કરી. સદભાગ્યે પિતાએ પરમિશન આપી.
સંજોગો પ્રમાણે તેમને પોતાની પહેલી ફિલ્મ દરમિયાન જ બીજી 3 ફિલ્મો મળી અને જયારે તેમની પહેલી ફિલ્મ રિલીઝ થઇ ત્યારે તો ત્યાં સુધી માં કૂલ 7 ફિલ્મો મળી ગઈ હતી. તેમની પહેલી ફિલ્મ દીકરીનો માંડવો હિટ રહી. તેમનું કરિયર સાતમા આસમાને પહોંચી ગયું હતું.
એક દિવસે તેઓ રાજકોટ જઈ રહયા હતા ત્યારે તેમની સાથે રસ્તામા ખુબજ મોટો માર્ગ અકસ્માત થયો.. આ વાતની જાણ થતા પ્રોડ્યુસરો તેમને ફિલ્મથી રિપ્લેસ કરવા મંડ્યા અને 8 મહિલા સુધી તે ઘરે જ બેરોજગાર બેસી રહ્યા. સાજા થયા પછી તેમને પોતાની અધૂરી રહેલી ફિલ્મો પુરી કરી પણ તેમની પાસે હવે કોઈ નવું કામ ન હતું.
તેથી તેમને પોતાનું કરિયર ડુબતું લાગ્યું અને તેમને તેના પછી આલ્બમ સોન્ગ પણ કર્યા અને એ હિટ થયા. આ પછી તેમને બીજી ફિલ્મોના ઓફર આવવા લાગ્યા અને તેમનું કરિયર પાછું પાટા પર ચઢી ગયું.
વર્ષ 2014 મા તેમને ખુબજ સાદાઈથી હિતુ કનોડિયા સાથે લગ્ન પણ કરી લીધા. વર્ષ 2016 મા તેમના ઘરે પુત્રનો જન્મ થયો. હાલ તે પોતાના દીકરાના ઉછેર માટે ફિલ્મોથી બ્રેક લઈ લીધો છે. પણ આવનારા સમયમા તે ફરીવાર ફિલ્મોમાં પણ દેખાઈ શકે છે.