હિંદુ ધર્મ ના શાસ્ત્રોમાં ઘણા બધા લોકોનું વર્ણન ખુબ જ વિસ્તારથી આપ્યું છે. એમાં એક છે વાલી, એમ તો વાલીની વિશે બધા જાણતા જ હશે. કે તે ખુબ જ ક્રૂર અને અત્યાચારી હતા. જેને કોઈ પણ પસંદ કરતા ન હતા. તે બધાને ડરાવીને રાખતા હતા.
લોકોને પરેશાન પણ કરતા હતા. જો તમે રામાયણ વાંચી છે તો તમને ખબર હશે કે ભગવાન શ્રી રામએ ક્રૂર વાલીનું વધ કર્યું હતું. બાલીના મૃત્યુ સમયે સુગરી અને એના પુત્ર અંગદ પણ ત્યાં ભગવાન શ્રીરામની સાથે ઉપસ્થિત હતા.
તે એમના મૌતના છેલ્લા સમયે બાલીએ એમના પુત્ર અંગદને અમુક ખાસ વાતો કીધી હતી જે જાણીને બધા હેરાન થઇ જશો. તો આવો જાણીએ કે તે કઈ વાત હતી જે બાલીએ એમના પુત્ર અંગદને કીધી હતી.
બાલીએ એમના પુત્ર અંગદને કહ્યું હતું કે વ્યક્તિ ભલે કેટલી પણ ખરાબ પરીસ્થીઓમાં હોય એને ધ્યાનથી હંમેશા જ કામ કરવું જોઈએ. જો તે સાચો છે તો તેને જોઈ અસહાય પર કોઈ પણ અત્યાચાર કરવો ન જોઈએ.
બાલી એ બીજી વાત એ કહી હતી કે બધા વ્યક્તિઓની સાથે હંમેશા એક જેવો જ વ્યવહાર કરવો જોઈએ. એવું નહિ કે જો કોઈ નબળો છે, તો એને હેરાન કરવામાં આવે અને કોઈ બળવાન છે તો એની વાત માનવામાં આવે.
દરેક વ્યક્તિ એક સમાન છે, અને બધાને એક જેવું જીવન જીવવાનો અધિકાર છે. દેશ કાળ અને પરિસ્થિતિઓની મુતાબિક જ વ્યક્તિને કામ કરવું જોઈએ. હોય શકે કે ક્યારેક પરિસ્થિતિઓ સારી ન હોય અથવા પછી એ પણ હોય શકે કે ક્યારેક અનુકુળ હોય તેથી વ્યક્તિને હંમેશા જ સમજી વિચારીને કામ કરવું જોઈએ.